________________
૫૦
આશ્રવ અને અનુબંધ તત્ત્વનિર્ણય કરો, પછી તત્ત્વનો પક્ષપાત થાય. બુદ્ધિના આઠ ગુણથી જીવ સમકિત પામે છે. સમકિતનું લક્ષણ છે તત્ત્વનો પક્ષપાત, જે “ગુરુગમ'થી પામવાનું છે અને આ તક આ ભવમાં જ છે, દુર્ગતિમાં નથી. માટે મળેલી સામગ્રીનો સદુપયોગ કરો. ધર્મમાં કે જ્ઞાનમાં ઉપાદેયબુદ્ધિ થઈ તો પણ મિથ્યાત્વ મંદ થશે. ગુરુ પાસેથી ધર્મનું શ્રવણ તે સમકિતનું કારણ છે. સમકિત પામવું એ કાંઈ સહેલું નથી. કેટકેટલું Hammering(સતત પ્રહારો) થાય, ઊહાપોહ થાય, તત્ત્વનું Conviction(દઢ માન્યતા, અટલ શ્રદ્ધા, પાકી ખાતરી કે ભરોસો) થાય, પછી તેનો સ્વાનુભવ યાને પ્રતીતિ થાય, ત્યારે સમકિત આવે. Even rational conviction is not enough. Feeling, self-realisation (A$ 422414R. પાકી ખાતરી કે ભરોસો પણ પૂરતાં નથી, બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રતીતિ કે સંવેદન) જોઈએ. ઉત્સર્ગથી પટુબુદ્ધિવાળો સમકિત પામે, જયારે નિસર્ગથી પામે તે પણ પૂર્વભવે અભ્યસ્ત હોય, તેનું Background (પૂર્વભૂમિકા) તૈયાર હોય છે. મરુદેવામાતા જેવો દાખલો અનંત અવસર્પિણી, ઉત્સર્પિણીમાં કોઇક થાય છે, તે Rare case(દુર્લભ ઘટના) છે, તેનું આલંબન લેવાય નહીં. તેમનો તથાભવ્યત્વનો(જીવની તે તે રીતે થવાની યોગ્યતાનો) પરિપાક થઈ ગયો છે, તેથી તેમની વાત જુદી છે અને જેને તેનો પરિપાક કરવાનો બાકી છે, તેની વાત જુદી.
તત્ત્વ-અતત્ત્વનો બોધ કરવા, હેય-ઉપાદેયનો બોધ કરવા, કૃત્ય-અકૃત્યનો બોધ કરવા જ્ઞાનાચાર પ્રધાન છે. દર્શનાચાર પણ સાથે Connected (સંબંધિત) તો ખરો જ.
સભા - માસક્ષમણ કરવાથી મોક્ષ થઈ જાય?
સાહેબજી:-હા, પણ માસક્ષમણ કેવી રીતે કરવાનું? તેને માસક્ષમણ શું કામ કરવાનું મન થયું છે? તે આહાર છોડે છે તે સારું છે, પણ તેની સામે શું મેળવવા માંગે છે? તેમાં આશય શું છે? તે બધું તપાસવું પડે. હા, તપ એ સંવર-નિર્જરાનું કારણ છે. પણ તે કોના માટે સંવર-નિર્જરાનું કારણ બને ? માટે બધું વિચારવાનું આવે. તમે તો કોથળામાંથી બિલાડું કાઢો તેમ છો.
સભા- એવું પણ કહેવાય છે ને કે નવ લાખ નવકાર ગણો તો મોક્ષ થઈ જાય.
સાહેબજી:- આવું આ એક જ વચન થોડું છે? આવાં તો ઘણાં વચનો છે. પહેલો નવકાર ગણવાથી થતી વિશુદ્ધિ કરતાં બીજો નવકાર ગણવાથી થતી વિશુદ્ધિ વધુ હોય. તેમ ઉત્તરોત્તર નવ લાખ નવકાર ગણવાથી જોઇતી વિશુદ્ધિ થાય તો મોક્ષ થાય, નહીંતર નવ કરોડ ગણશો તો પણ કંઈ નહિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org