________________
૬૭.
આશ્રવ અને અનુબંધ તો ઘેર ગઈ, ઊલટા ધર્મ દ્વારા પાપરુચિઓને પોષવાની પેરવીમાં હો છો. પોતાને પાપનાં સાધનો મળી રહે, ટકી રહે તેના માટે તમે ધર્મનો ઉપયોગ કરતા હો છો. આવો ધર્મ કરી પુણ્ય બાંધો એટલે ભૌતિક સુખ મળે, પછી તેમાં લીન બનો એટલે ફળરૂપે ધર્મથી વિમુખ બનો. પાપની રુચિ નહોતી તોડી માટે તેમાં લીન બની જવાય છે. આલોક-પરલોકનાં સુખ મળે તે જ આશય સાથે ધર્મ કરે તેનું આત્મકલ્યાણ નહીં થાય. આવો ધર્મ થોડો અભ્યદય આપી પછી દીર્ઘ કાળ સંસારમાં રખડાવશે.
જયારે પુણ્યનો અનુબંધ શું કરે છે તેના ઉદય વખતે જીવને તે સબુદ્ધિ જ આપે. કર્માનુસારિણી બુદ્ધિ” આ વચન અહીંયાં લાગુ પડે છે. ભોગસામગ્રી વચ્ચે સદ્ગદ્ધિ મળવાથી તે જીવ ભોગસામગ્રીને વિરાગપૂર્વક ભોગવશે, જેથી બીજા જીવોની જેમ તે પાપ-કર્મબંધ નહીં કરે, પણ ઊલટું કર્મને ખપાવશે અને સામે નવો પુણ્યબંધ કરશે. માટે શુદ્ધ ધર્મનું સ્વરૂપ સમજો. ૧૪,૧૫, ૧૬ વર્ષની ઉંમર સુધી વાત જુદી છે, પરંતુ પછી તો સમજપૂર્વક ધર્મ કરો તેવી અપેક્ષા છે. સંસારમાં Mature(પરિપક્વ) થાય પછી તેવાજીવ પાસેથી જ્ઞાનપૂર્વકની ક્રિયા અપેક્ષિત છે. તમે હવે ધર્મ કરો છો તો તમારા પાપ પ્રત્યેના અભિગમમાં ફેરફાર થવો જોઈએ. વિભાવમાત્ર પાપસ્થાનક છે. હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ, આસક્તિ, વિષય-કષાય આ બધાં પાપસ્થાનક છે; સંક્ષેપમાં કહો કે વિસ્તારથી કહો. આ બધાની અભિમુખ તમે હતા તેમાં ફેરફાર થયો છે? તમે તેનાથી વિમુખ થયા છો? પાપમાં મજા ને દોષમાં મધુરતા તૂટતી જાય છે? ધર્મમાં માથાફોડ ફાવે ખરી? બસ, તમે તો કહેશો કે અમે શ્રદ્ધા રાખીને ધર્મ કરીએ છીએ. તે સારી વાત છે, પણ નિશ્ચયનય પહેલાં જ્ઞાન પછી શ્રદ્ધા માને છે. અજ્ઞાનીની શ્રદ્ધા આકાશચિત્રામણ જેવી છે. માટે જ્ઞાનદર્શન-ચારિત્ર મૂક્યું, નહીં કે દર્શન-જ્ઞાન-ચારિત્ર. શ્રદ્ધાનો અર્થ જેવું છે તેવું સ્વીકારવું. પણ જેને જાણતો જ નથી તેને સ્વીકારવાનું શું? માટે મરો ત્યાં સુધી ભણો. મરો ત્યાં સુધી કમાઓ છો ને?
સભા-Retire (નિવૃત્ત) થઈએ છીએ.
સાહેબજી:-મરો ત્યાં સુધી ખાવાનું છોડો છો? દલ્લો ભર્યો છે માટે મરતાં સુધી ભોગ ભોગવવાના છો ? આત્માનું સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. માટે સમ્યગ જ્ઞાન સંપાદન કરવાનું છે. ભણવાથી અધ્યવસાય સુધરે છે. જ્ઞાનનું ઉત્કૃષ્ટ ફળ તે તીર્થંકર નામકર્મ છે.
આ બધું ભણીને તૈયાર થયેલો જીવ હોય, તે તો પછી બધી પ્રવૃત્તિઓ એવી રીતે ગોઠવી ગોઠવીને કર્યા કરે છે તેને પાપબંધ અલ્પ જ થાય. તેને અંદર પરિણામ પડ્યો જ (૧) આકાશચિત્રામણ આકાશમાં ચિત્ર (ચીતરી)દોરી ન શકાય, તેમાં ચિત્ર કરવાની નિરર્થક ચેષ્ટા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org