________________
આશ્રવ અને અનુબંધ
૧૩૫ પુરુષાર્થમય અને અનાર્યસંસ્કૃતિ ચાર પુરુષાર્થહીન છે. આ જ તે બે વચ્ચેની મોટી ભેદરેખા છે. અહીંયાં કામપુરુષાર્થ છે. કામ તેના ધારાધોરણ પ્રમાણે સેવે તો તે કામપુરુષાર્થમાં જાય, અન્યથા કામ ગણાય; કામપુરુષાર્થ નહિ. ઘણા અમને કહે છે, તમે પેલા લોકોની (નાસ્તિક અને અનાર્યોની) કેમ આમ વાત કરો છો? અમે કહીએ, ભાઈ! અમે વાસ્તવિક સ્વરૂપ બતાવીએ છીએ. અમે સાચું બોલીએ એટલે તમે અમને રાગીમાં ખપાવો અને આ લોકો જુઠું બોલે તેને તમે વીતરાગીમાં ખપાવો છો, પણ અમે કયા Criteria(ધોરણ) ઉપર બોલીએ છીએ તે તમારે સાંભળવું-સમજવું કાંઇ જ નથી, તે જોવું નથી. ભગવાને અમને મૃષાવાદની ના પાડી છે. ક્ષેત્રથી અનાર્ય હોય તે ગુણથી આર્ય હોઈ શકે અને ક્ષેત્રથી આર્ય હોય તે ગુણથી અનાર્ય હોઈ શકે. બધા ભાંગા કરી કરીને બતાડું. ભગવાન જ્યારે તમામ નયોથી વર્ણન કરે ત્યારે તે વાતમાં કોઇ ખામી નહોઈ શકે. તમે ભગવાનના અનુયાયીઓને નીચી દષ્ટિથી ન જુઓ. બધા સાધુઓ તમને બધા જવાબ ન પણ આપી શકે. જવાબ આપવાની જવાબદારી ગીતાર્થો ઉપર મૂકી છે. એક રાજાની વ્યાખ્યા આપી છે. તેમાં કેટલા નયોથી વાત કરી છે ! રાજાનું વ્યવહારથી લક્ષણ શું? અને નિશ્ચયથી લક્ષણ શું? વગેરે વગેરે.
ચાણક્ય કહ્યું, જેટલાં સત્તાસ્થાનો છે, તે કુલીન માટે છે. કુલીનને સત્તા પચે. સત્તા ન પચે તો સ્વ અને પરનું અકલ્યાણ થાય. જેટલાં સત્તાસ્થાનો છે તે કુલીન ઉચ્ચ જાતિઉચ્ચ વંશવાળા માટે છે, નહિતર આ ભવમાં ભૌતિક અકલ્યાણ ને પરભવમાં આત્મિક અકલ્યાણ થશે.
see eee
કે જે સહજ નથી તે પ્રકૃતિ નથી અને જે અન્ય કૃત નથી તે વિકૃતિ નથી.
અનુદિત કર્મ ઉદિત થવા ન દેવા અને ઉદિત કર્મને નિષ્ફળ કરવા તે જ સાધના
છે. - નિશ્ચયનયથી જેને મોક્ષનો આંશિક પણ અનુભવ થયો નથી તે મોક્ષમાર્ગમાં
નથી. મોક્ષપ્રાપ્તિનું starting ચારિત્રમાં અને પૂર્ણતા મોલમાં છે. - ચારિત્ર સ્ટીમર છે અને ભગવાન તેના કેપ્ટન છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org