________________
આશ્રવ અને અનુબંધ
૧૦૩ આવશે. આપણે જ સંસારને ઊભો કરીએ અને તેમાં જ અનંતીવાર આપણે મરવાનું આવે. ગમે તે ખાધા-પીધા કરીએ તે ચાલે નહિ. શરીરને લાભ કરે, ગુણકારી હોય તેટલામાત્રથી જૈનધર્મને Permissible(માન્યો નથી. માસમાં પણ કેટલાંક ગુણકારી તત્ત્વ છે, તેટલામાત્રથી માંસ ખવાય ખરું? હિંસા-અહિંસાના ધોરણે તેની મર્યાદા બાંધવાની આવે. ધર્મશાસ્ત્ર પાસે શરીરશાસ્ત્ર ગૌણ છે. ધર્મશાસ્ત્ર તો શરીરના ભોગે ધર્મ કરવાનો કહે પણ તેય આડેધડ નહિ. શરીર એ તમારા માટે ચાર પુરુષાર્થનું સાધન છે. ચાર પુરુષાર્થના સેવન માટે સારું આરોગ્ય જોઈએ. માટે શરીર નકામું ન થાય તે પણ જોવાનું લખ્યું છે. માટે જ હળદર અને સૂંઠની ઉત્સર્ગથી છૂટ આપી અને બીજાં અનંતકાયો જે તામસી ન હોય તેની અપવાદે આપી. બધા જીવો કાંઇ મહાત્મા નથી, અલ્પ સત્ત્વવાળા છે. વગર આરોગ્ય કાંઈ ધર્મપુરુષાર્થ સાધી શકે તેવા નથી. માટે જ આરોગ્યની ચિંતા પણ યથાયોગ્ય કરીને શાસ્ત્રકારોએ આ બધું ગોઠવ્યું છે. નીચલી ભૂમિકામાં રહેલા મુનિ માટે પણ શરીર એ મોક્ષનું સાધન છે. અમારે શરીર એક માત્ર ધર્મપુરુષાર્થના સાધન તરીકે સાચવવાનું છે,
જ્યારે તમારે ચાર પુરુષાર્થ માટે શરીરને સાચવવાનું છે. પરંતુ અમારે ચારિત્રાચારની મર્યાદામાં રહીને જીવવાનું અને તમારે જૈન તરીકેની મર્યાદાઓમાં રહીને જીવવાનું. પણ તમારે જૈન તરીકે કોઈ Ethics (સદ્ધવર્તનના નિયમો) કે Code of conduct (આચારસંહિતા) છે ખરાં? તમે તમારી રીતે અને અમે અમારી રીતે Committed (પ્રતિબદ્ધ) ખરા ને?
પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિ લખે છે કે જેનોનો જે કુલાચાર છે તેમાં પણ જબરદસ્ત તાકાત છે. પણ તેમાં બધા જ કુલાચાર લેવાના. તમે તેમાંથી બે-ચાર રાખી બીજા બધાને તિલાંજલિ આપી દો તો ઠેકાણું ન પડે. તેમાં નિષિદ્ધ(નિષેધ કરાયેલું) અને વિહિત(વિધાન કરવામાં આવેલું) છે તે બધું જ કુલાચારમાં આવી જાય. તે પાળતાં સંસ્કાર આધાન થયા જ કરે, જેથી ગતિ સારી થાય, સામગ્રી સારી મળે. તેમાં ઘણી તાકાત છે. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિજીએ તેની પ્રશંસા કરી છે. તમે બંધ અને અનુબંધને બરાબર સમજો તો થોડા ભવમાં ઉપર આવી જાઓ.
જે જીવ ધર્મને સમર્પિત થાય છે, તેની ભૌતિક અને આધ્યાત્મિક બધી જ જવાબદારી ધર્મ ઉપાડી લે છે. તેણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ધર્મતેને સદ્ગતિ યાને કેસુમાનુષત્વ, સુદેવત્વ પ્રાપ્ત કરાવે, ઉત્તરોત્તર ગુણસ્થાનકે આગળ વધારે વગેરે બધું ધર્મ સંભાળી લે છે. પણ તમારે બધું તેને પૂછી પૂછીને ચાલવું પડે, સંપૂર્ણ સમર્પિત થવું પડે. ખાનપાન બધામાં શું વિહિત છે? શું અવિહિત છે? બધે જ ધર્મની દરમ્યાનગીરી સ્વીકારવી પડે. તમે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org