________________
૭૪
આશ્રવ અને અનુબંધ બાકીનું અહીંયાં જ રહેશે. સ્વધનનું વપન કરવાનું છે. શક્તિ ગોપવ્યા વિના યથાશક્તિ વાપરવું તે ધર્મની મૂળવિધિ છે. ધન છે તેને ધનનો ધર્મ બતાવ્યો છે. ગામના પૈસે માત્ર તાળી નથી પાડવાની. અત્યારે તમે જે છાતીએ લઈને ફરો છો તેને છોડવાનું છે. આજીવન આવકના ૨૫%, પછી છેલ્લે તો મૂડી જોડવાની છે. સાતે ક્ષેત્રમાં વપન કરો અને સાથે અનુરૂપ પરિણામ અને આશયને ગોઠવો. બોલો ઘણી યોજના બહાર પાડીએ, પણ કોઈ લેવા તૈયાર છે ખરું?
કાર્ય કારણથી થાય છે. કાર્યને અનુરૂપ કારણ જોઇએ. કારણના ભેદથી કાર્યભેદ છે. આપણને સમજણ નથી તો સદ્ગુરુ કહે તેમ કરવું જોઈએ. પણ તમે પહેલાં સીધા થઈ જાઓ. નહીંતર ગુરુ તેમનું જ્ઞાન તમારામાં કેવી રીતે સક્રાંત કરે ? જ્ઞાન ગુરુનું ને લાભ તમને. તીર્થંકરના જ્ઞાનનો લાભ કોને મળે છે? સૂક્ષ્માંશ લાભ આપણને મળ્યો છે. ધર્મનું શ્રવણ તર્કથી બેસે, પછી શ્રદ્ધા આવે, પછી ઉપાસના થઈ શકે, જેથી ક્ષયોપશમ થાય અને પછી અનુભવજ્ઞાન મળે. પણ પહેલાં ધીરજ રહેવી જોઇએ, પછી ગાડું ઝડપથી ચાલે.
- આપણા ધર્મમાં Principles છે, ત્યાંPostulates છે જ નહિ. અનંતા તીર્થકરોની
મર્મથી વાત એક સરખી જ આવે. સિદ્ધાંત એટલે જે સિદ્ધ થઈ ચૂકેલ છે, જેમાં Modificationને કોઈ અવકાશ છે જ નહિ તે. માટે આપણે ત્યાં અનંતા તીર્થકરોમાં વિચારભેદ નથી અને તેથી જ દ્વાદશાંગી અર્થથી નિત્ય અને શબ્દથી
અનિત્ય કહી છે. * સાધક એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઉપાદેય છે અને બાધક એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ
ભાવ હેય છે. - જે સંચિત થયેલા કર્મોને ખાલી કરે તે ચારિત્ર. જ કરણ, કરાવણ અને છેલ્લે અનુમોદન આ એનો ચોક્કસ ક્રમ છે. જેને કરણ-|
કરાવણની ઇચ્છા ન હોય તેની અનુમોદના માયામૃષાવાદ છે, તેમ વૈરાગ્યકલ્પલતામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org