________________
આશ્રવ અને અનુબંધ capacity(ખરેખરી સહનશક્તિ) નથી, માટે જ સામાન્ય દુઃખ વેઠતાં પણ આર્તધ્યાન થાય છે તેમ કહો છો. તમારી real bearing capacity (ખરેખરી સહનશક્તિ)ની ક્યાં ખબર પડે ? સંસારમાં જ ને ? અહીંયાં તો કહેશો, “સાહેબ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઇ જાય છે.'' સંસારમાં અર્થ અને ભોગના લાભ માટે ઘણાં કષ્ટો વેઠવાની તમારામાં તાકાત દેખાય છે. તે જ રીતે તેટલા પ્રમાણમાં અહીંયાં કષ્ટો વેઠી શકો તેટલી શક્તિ અહીં ફોરવવાની. ત્યાં સુધી તમને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવું ન જોઇએ. તેનાથી પણ ઉપર જાય ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય તો અપવાદ સૂત્રો સેવવાનાં આવે. તમે સંસારમાં ધંધા માટે આખો દિવસ ભૂખ્યા રહી શકો ને ? સંસારમાં તમે શું શું સહન નથી કરતા ? ત્યાં છ કલાક ઊભા રહી શકો ને ? સવારથી સાંજ સુધી ભૂખ્યા રહી શકો ને ? તેમ ધર્મબુદ્ધિએ વેદનાસમુદ્ધાતમાં કષ્ટો વેઠવાનાં છે.
સભા:- કષાયનો કંટ્રોલ કઇ રીતે થાય ?
૯૮
સાહેબજીઃ- કષાયનાં નિમિત્તો હોય, એવા સંયોગો ઊભા થયા હોય કે જેમાં સામાન્ય રીતે જીવોને કષાયનો ઉદ્રેક થયા વિના રહે નહીં, તે વખતે પણ જો કષાયનો ઉદ્રેક ન થવા દો અને અંદરથી ચિત્તની પ્રસન્નતા બરાબર જાળવી શકો, તો કષાયને કાબૂમાં લઇ તેને Related(સંબંધિત) અનેક કર્મોને ઠેકાણે પાડી દઇ શકો. આનાથી નીચલી ભૂમિકાવાળા જીવો આવા સંજોગોમાં કદાચ ચિત્તની પ્રસન્નતા ન જાળવી શકે, પણ તે વખતે તમે તેને વચન અને કાયાનો Support (ટેકો) ન આપો; યાને કે તેને Action(કાર્ય)માં મૂકતાં અટકો, જેમ કે ગાળ ન બોલો, હાથ ન ઉપાડો, હથિયાર ન ઉપાડો, ખાલી ચહેરાના હાવભાવ આપી શમી જાઓ; જે ભાવ થયા છે તેની પ્રતિભાવના કરીને કષાયના પરિણામને અંદરને અંદર ઉપશમાવી દો, તો પણ ઘણાં કર્મો સાફ થઇ જાય. તમે બધા Lower-class (નીચલા વર્ગ)માં છો. જીવ અભ્યાસથી જ આગળ વધી શકશે. પહેલાં તો અનુદિત કર્મોને ઉદિત નહિ થવા દેવાનાં. તેને પ્રદેશોદયથી જ ખેરવી દેવાનાં. વિપાકનો ઉદય ન થવા દો તો ઘણો જ લાભ છે. તમને તો સંસારની આટલી ભૌતિક સામગ્રી, ગાડી, મકાન, ખાવાપીવાનું બધું મળ્યું છે; છતાં રહ્યા જ કરો છો ને ? શાસ્ત્રની ખરી વિધિ પ્રમાણે મુનિઓએ તો સામે ચાલીને વેદના-કષ્ટો સહન કરવાનાં છે, કષાયનાં નિમિત્તોની વચ્ચે શાંતિથી રહેવાની વાત છે, અને તમારે પણ સામાન્ય સામાન્ય બાબતોની તો ગણના જ કરવાની હોતી નથી. વિચારવાનું કે સંસારમાં આવું બધું તો ચાલ્યા જ કરે. તેમ કરતાં કરતાં તમારી Capacity (શક્તિ) વધતી જાય. પ્રયત્નશીલ બનો તો ઠેકાણું પડે. Gradually(ધીમે ધીમે)પણ આગળ વધવું હોય તો પ્રયત્ન કરતા રહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org