________________
93
આશ્રવ અને અનુબંધ એક Angle(પાસા)ને પકડો છો, જ્યારે ધર્મ તો બધી વસ્તુની માંગ કરશે.
સભા- અનુબંધનું મુખ્ય કારણ શું?
સાહેબજી:-અનુબંધનું મુખ્ય કારણ તમારી Mentality(મનોવૃત્તિ) છે. અત્યારે ધર્મ કરવા આવનારની માન્યતા શું હોય છે? ધર્મ કરવાથી આલોકનાં વિઘ્નો દૂર થશે, પરલોકમાં પણ ભૌતિક સુખો મળશે, માન-કીર્તિ-યશ અને અનુકૂળતાઓ મળશે, આવી આવી ભાવનાઓથી ધર્મ કરે. ઘણા તો માત્ર કુલાચારથી ધર્મ કરતા હોય છે. તે કાં તો અનધ્યવસાયથી સંમૂચ્છિમપણે કરે છે, ત્યા જે અધ્યવસાયની ત્યાં અપેક્ષા હોય તે ત્યાં હોતા નથી. મોક્ષસાધક અધ્યવસાય નથી હોતા તેથી તે ક્રિયા અકામનિર્જરા સ્વરૂપ છે. તે ધર્મ સંસારના અભ્યદયનું કારણ બને પણ મોક્ષનું કારણ બને જ નહીં.
સભા- પણ સાહેબજી, મનોયોગ શુભ હોય તો બંધ શુભ અને છતાં અનુબંધ અશુભ કઈ રીતે?
સાહેબજી:- તે જ સમજાવું છું. Mentality(મનોવૃત્તિ) અશુભ હોય ત્યારે પણ ગુણ સેવે, જેમ કે જીવ દાન આપે છે તે તેનો ભક્તિ-દયાના પરિણામ છે, ઉદારતા પણ છે, ભગવાન પ્રત્યે ત્યારે પૂજયબુદ્ધિ પણ હોય માટે તે ગુણ સેવતો હોય છે, તેથી બંધ શુભ પડે છે, જેનાથી અનુકૂળ ભૌતિક સામગ્રી મળે છે; પણ આ આખો સંસાર અવિરતિમય છે, સંસારમાં પ્રવૃત્તિ કરું છું તે બધું પાપબંધનું કારણ છે; અને તેથી સંસારનું પરિભ્રમણ છે, માટે આ અવિરતિથી છૂટવા માટે ધર્મ કરું, આમ જીવ વિચારતો નથી. સર્વવિરતિ ધર્મ છે. આખો સંસાર અર્થ-કામરૂપ છે, અવિરતિરૂપ છે. અવિરતિ તે અધર્મ છે અને અધર્મ તે પાપ છે. આવું આવું જીવ જો ઓઘથી પણ માને તો તેના અનુબંધમાં ફેર પડે, અશુભ અનુબંધ શિથિલ થવાનું ચાલુ થશે, અને જો તેને Digest કરી (પચાવી) જાણે તો અનુબંધ શુભ પડે.
સભા- મન-વચન-કાયામાં અનુબંધનું મુખ્ય કારણ મન છે?
સાહેબજી:- પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે તત્ત્વની રુચિ કે અરુચિ તે અનુબંધનું કારણ છે, જે મનમાં છે. નિશ્ચયનયથી તો બંધનું કારણ પણ મન જ છે અને અનુબંધનું કારણ પણ મન જ છે. વ્યવહારનય મન-વચન-કાયાને પણ બંધનું કારણ માને છે, વચન-કાયા સહકારી કારણ છે. વચન-કાયાનું પ્રવર્તન મનને અનુરૂપ જ હોય છે. મારું મન અહિંસક હોય તો મારાં વચન-કાયા પણ મને અહિંસક જ ફાવશે. આમ, મનનું જ Expression (અભિવ્યક્તિ) વચન-કાયામાં થાય છે. વ્યવહારનય સહકારી કારણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org