________________
આશ્રવ અને અનુબંધ
સભા-અપુનર્ધધક અવસ્થા ન પામેલ હોય અને દ્રવ્યસમકિત કે દ્રવ્યવિરતિ લે તો શું?
સાહેબજી:- દ્રવ્યસમકિત લઇને તે બરાબર પાળે, સારી રીતે સદુહણા(શ્રદ્ધા) કરે તો જે પાપનો અનુબંધ છે તે ક્રમસર મંદ પડતો જાય અને ગુણસ્થાનકનો પરિણામ આવે પછી ભાવથી સમકિત આવે.
સભા - દ્રવ્યસમકિત એટલે?
સાહેબજી:-ગુણસ્થાનકનો પરિણામ ન હોય, પણ સમકિતની આચારસંહિતા પાળતો હોય; જેમ કે દેવ-ગુરુ-ધર્મમાં શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા, હેય-ઉપાદેયની બુદ્ધિ, કર્તવ્યઅકર્તવ્યનું ભાન વગેરે આવેલું હોય, સાથે વિધિ-પ્રતિષેધપૂર્વક ક્રિયા કરતો જાય, તો અપુનબંધક દશા ન પામ્યો હોવા છતાં પણ, તે પાપનો અનુબંધ શિથિલ કરી શકશે. જ્યાં સુધી જીવને બધા કષાયો રોગની જેવા દુઃખરૂપ આંશિક પણ ન અનુભવાય અને આત્માના ગુણો આરોગ્યની જેમ સુખરૂપ આંશિક પણ ન અનુભવાય ત્યાં સુધી અપુનબંધકદશા ન આવે છતાં પણ પાપનો અનુબંધ શિથિલ થાય. આમ પાપનો અનુબંધ શિથિલ થાય તેમાં પણ લાભ જ છે. શિથિલ અનુબંધમાં ફેરફાર કરવો સહેલો છે. તે જીવને વધુ હેરાન ન કરી શકે. તેને સારી સામગ્રી મળે એટલે તરત જ તેમાં ફેરફાર થવાનું ચાલુ થઈ શકે. શિથિલ અનુબંધ તેનું કંઈ ખરાબ નહીં કરી શકે, કારણ કે શિથિલ અનુબંધની strength(તાકાત) ન હોય. સુબુદ્ધિ આપનાર ગુરુ બેઠા હોય, તેમના માર્ગદર્શન પ્રમાણે સન્માર્ગ પ્રવૃત્તિ કરીને બાંધેલ અનુબંધને શિથિલ કરી નાખે. જો અનુબંધ શુભ હોય તો કર્મના ઉદય વખતે કર્મ જ તેને સદ્ગદ્ધિ આપે, જ્યારે મંદ અશુભ અનુબંધવાળાને તેના ઉદય વખતે ઓછી મહેનતે ગુરુગમથી સબુદ્ધિ મળશે; કારણ કે મંદ અશુભ અનુબંધના કારણે તેનામાં જડતા નથી હોતી. વિકાસ ક્રમિક છે. પ્રારંભ અશુભ અનુબંધને શિથિલ કરવાથી કરવાનો. તે માટે જીવ અશઠ જોઇએ. તે ભગવાને જે રીતે ધર્મ બતાવ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ કરે. ધીરે ધીરે ભૂમિકા આગળ વધતાં તેને શુભાનુબંધ થવાનું ચાલુ થશે. પણ વાંકો ન ચાલવો જોઇએ. ગીતાર્થ ગુરુ કહે તે પ્રમાણે કરે, સંસાર પણ તે કહે તે પ્રમાણે સેવે. જયાં જે ભાવ કરવાના હોય તે પ્રમાણે કરે તો ચોક્કસ અનુબંધ શિથિલ થાય. પછી આગળ વધી શુભાનુબંધ પણ થાય. ધર્મ ગીતાર્થને આધીન રહી કરવાનો છે. આટલું તો ઓછામાં ઓછું ધોરણ આવવાનું જ.
ધર્મમાં પ્રણિધાનાદિ પાંચ આશય અને દ્રવ્યાદિ ચાર શુદ્ધિઃ
આ લોકના ભૌતિક સુખની અપેક્ષા વગર, પરલોકના સુખની પણ અપેક્ષા વગર મોક્ષના આશયથી ધર્મ કરવાનો ચાલુ કરો તો કોઇક દિવસ ઠેકાણું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org