________________
આશ્રવ અને અનુબંધ
૩૯
ભૌતિક સુખ થોડા સમય માટે છે ને ભૌતિક દુઃખ વધારે કાળ માટે ભોગવવું પડે છે. અશુભના વિપાક આવા છે અને આવા પ્રકારનું સંસારનું સ્વરૂપ અને આવા કર્મોના વિપાકો જોઇને જીવનું સંસાર તરફથી મન હટાવવાનું લક્ષ્ય છે, કે જેથી જીવને નિશ્ચયનયથી સકામનિર્જરા માટે આગ્રહ રહે અને વ્યવહારનયથી પુણ્યાનુબંધીપુણ્ય માટે આગ્રહ રહે.
ખાલી પુણ્ય બંધાય તેવો ધર્મ કરવાથી કંઇ વિશેષ મળવાનું નથી. તમે જે ધર્મ કરો તેનું પુણ્ય શુભાનુબંધી હોવું જોઇએ, જે પરંપરાએ મોક્ષનું કારણ છે; જ્યારે પાપાનુબંધીપુણ્ય તો દીર્ઘકાળ સુધી સંસારમાં રખડાવશે. ધર્મથી સંસારનાં ભૌતિક સુખ મળે તેમાં બે મત નથી, કારણ કે ધર્મની તાકાત છે કે અભ્યુદય અને નિઃશ્રેયસ(મોક્ષ) બંને આપે; પણ પુણ્યાનુબંધીપુણ્ય સિવાય અભ્યુદય ઝેર સમાન છે. માટે પાપાનુબંધીપુણ્ય વિષ સમાન છે, તેથી તેવા ધર્મની અનુમોદના કે પ્રશંસા કરવાની નથી. જે પુણ્યબંધ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ફળ ચૂકવાવે તેવા પુણ્યબંધને શાસ્ત્રકારો ઉપાદેય કહેતા નથી.
સભા:- સમકિતી પાપ કરે ખરો ?
સાહેબજી:-હા, પણ તેને પાપમાં ઉપાદેયબુદ્ધિ ક્યારેય ન જ આવે. ભૂતકાળનાં કર્મો છે ને જીવ નબળો છે માટે પાપ કરે છે, પણ અનુબંધ તો પુણ્યનો પાડે છે. તેની વિશુદ્ધિ સારી હોવાથી તેને અનુબંધ પુણ્યનો પડે છે. આ બધું આગળ આવશે ત્યારે વધારે પદાર્થને ખોલીશું. Stepwise(ક્રમસર) આગળ વધીએ. માટે તો તમે ધર્મ કરવા નીકળો ત્યારે સાવધ રહેજો. ધર્મ કરીને વિવેકહીન ન બનો, આ ધર્મ અનુબંધથી શું આપે છે તે વિચારો. તે પુણ્યબંધ કરાવે તેટલા માત્રથી શું ? સંસારમાં ભૌતિક સુખો આપે, પણ અશુભ અનુબંધ હોવાના કારણે સત્બુદ્ધિ નહીં આપે. તે ધર્મ કરતી વખતે વૃત્તિ એવી રાખી છે કે અનુબંધ ખરાબ પડે. અનુબંધ-બંધ જીવ પોતે જ પાડે છે. અનુબંધ પુણ્યનો થાય કે પાપનો થાય તે જીવની પોતાની જ જવાબદારી છે. સંસારમાં જીવ કુટાય તો તેમાં કંઇ ધર્મની જવાબદારી નથી.
પૂ.આ. શ્રી હરીભદ્રસૂરિજીએ કહ્યું છે કે સમકિતીનું કર્મ બળવાન હોય તો તે પાપ કરે ખરો, પણ તે પાપ તેનું છેલ્લી વખતનું હોય. કારણ પાપ કરતી વખતે પણ તેની વૃત્તિ એવી છે કે અનુબંધ તેને પુણ્યનો પડે છે, જેનાથી પાપની પરંપરા નહિ સર્જાય. એટલે કે તે કર્મ સમકિતીને Chain Reaction (કોઇ ક્રિયાની અસરરૂપે નવી ઘટનાઓની હારમાળા સર્જે તેવી પ્રતિક્રિયા) કે Vicious Circle(વિષચક્ર) ઊભું નહીં કરી શકે, જ્યારે બીજા જીવો તો પાપનું Chain Reaction કે Vicious Circle ઊભું કરે છે. અનંતાનુબંધી કષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org