Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય અષ્ટમહાપ્રાતિહાર્યાદિ અતિશયસંપન્ન શ્રી અરિહંતના જગત-ઉદ્ધારક ધર્મશાસનની વર્તમાનકાળમાં અદ્વિતીય કહી શકાય એવી આરાધના-પ્રભાવના અને સર્વતોમુખી રક્ષા કરનાર વ્યાખ્યાન વાચસ્પતિ પરમશાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યદેહને જ્યારે જ્યારે ગંભીર વ્યાધિનો ઉદય નડ્યો ત્યારે ત્યારે એ પરમતારક કરુણાનિધિએ પોતે જીવનભર આત્મસ્થ કરેલા ભેદજ્ઞાનની પરિણતિને સ્થિરપ્રદીપસદશ રાખવા માટે જેમ વિવિધ આગમગ્રંથો- સંવેગરંગશાળા-ઉપમિતિ જેવા પ્રકરણ ગ્રંથો તેમજ અધ્યાત્મનિષ્ઠ બોધક પદોનું ચિંતન-મનન તેમજ સતત શ્રવણ જારી રાખ્યું હતું તેમ જે પરમતારક અરિહંત પરમાત્માનાં એક સુસમર્થ પ્રામાણિક વારસદાર તરીકે પોતે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તે અરિહંત પરમાત્માના ધ્યાનમાં પોતાની સમગ્ર ચેતનાને નિહિત કરવા માટે પૂ. મુનિશ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજે શાસ્ત્રોના ગહન દોહન દ્વારા આલેખેલ પ્રસ્તુત પુસ્તકના દરેકે દરેક અંશનું પુનઃ પુનઃ શ્રવણ કર્યું હતું. આમાં વર્ણવેલ શ્રી અરિહંતના અતિશાયી સામ્રાજ્યમાં પૂજ્યપાદશ્રી ખોવાઈ જતા, જીવનમાં ક્યારેય દઈને નહિ ગણકારતા તેઓશ્રીની દર્શકને અવિશ્વસનીય લાગે એવી છતાં નિતાંત વાસ્તવિક સહનશીલતા અકથ્ય વધી જતી, પરમાત્મા અને આત્માના ઐક્યનું પરમ રહસ્ય તેઓ અનુભવતા અને અંતરમાં થયેલ પરમાત્મ મિલનનો અનિર્વચનીય આનંદ એમના હંમેશા પ્રસન્ન રહેતા મુખપટલ પર છવાઈ જતો, એમની આંખોમાં અનેરી ચમક આવી જતી, એમના ગાત્રો પ્રફુલ્લિત બની જતા. એમની એ અવસ્થાને જોનાર શિષ્ય-ભક્ત કે અન્ય દર્શક પણ ક્ષણવાર આશ્ચર્યમાં ડૂબી જતાં, એમને પણ ચોક્કસ થઈ જતું કે ખરેખર, પૂજ્યપાદશ્રી કોઈક દિવ્ય તત્ત્વનો રસાસ્વાદ કરી રહ્યા છે.' જે ભાવના અને અહંભક્તિ-વાત્સલ્યથી પ્રેરાઈને પૂ. મુનિશ્રી તન્વાનંદવિજયજી મહારાજે આ નવસર્જન કર્યું, તે વર્તમાનકાલીન સર્વોચ્ચ કહી શકાય એવા પણ શાસન શિરતાજ સૂરિદેવને આત્માનંદની મસ્તી માણવામાં ઉપયોગી બનેલ આ પ્રકાશન દ્વારા શાસનસ્થ હરકોઈ આવી જ અનુપમેય આત્મ-પરમાત્મ-અનુભૂતિના સ્વામી બની શકે એ માટે વર્ષોથી અલભ્ય બનેલ આ પુસ્તકનું નવસંસ્કરણ કરી પ્રકાશન કરવાનું ધાર્યું.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 294