Book Title: Aramshobha Rasmala Author(s): Jayanti Kothari, Kirtida Joshi Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad View full book textPage 8
________________ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ (૧૮૯૪–૧૯૮૦) સ્વ. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આયુષ્યના પટ વીસમી સદીના આઠ દાયકા પર એક યુગની જેમ વિસ્તરેલે હતેા. અમદાવાદ સ્થપાયું તેનીય પહેલાંથી ગુજરાતમાં મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેના લગભગ છેલ્લા કહી શકાય તેવા સ્તંભ કસ્તૂરભાઈ હતા. તે પુર'પરાના પ્રતિનિધિ તરીકે તેમણે નીતિ અને પ્રામાણિકતા પર મંડાયેલ વેપારના આદર્શ પૂરા પાડો હતેા. ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવતાર અગ્રણીએમાં તેમની ગણના થયેલી છે. ઉદ્યોગમાં ‘મોડર્નાઇઝેશન'ની હવા ફૂંકવા સાથે રાષ્ટ્રનું હિત જોઈને વ્યવહાર કરનાર ભારતના અલ્પસ`ખ્ય ઉદ્યોગપતિએમાં તેમનું સ્થાન હતું. વિદેશી પેઢીએના સહકારથી ભારતમાં રંગ-રસાયણુતા ઉત્પાદનને પ્રારંભ કરનાર કસ્તૂરભાઈ અનેાખી આવડતથી ભારતીય અથ નીતિના આધારસ્તંભ બન્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીને બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવતાર નિષ્ણાત અને વિચક્ષણૢ વિષ્ટિકાર તરીકે પણ તેમણે નામના મેળવી હતી. અમદાવાદ કે ભારતના જ નહીં, દુનિયાના કાપડઉદ્યોગના તિહાસમાં તેપનું નામ અને કામ સુધર્ણાક્ષરે લખાય તેવી તેમની એ ક્ષેત્રની સેવા હતી. ઉદ્યોગની માફક કલા અને શિક્ષણ પરત્વે પણ તેમની દૃષ્ટિ પ્રગતિશીલ હતી. રાણકપુર અને દેલવાડાનાં શિલ્પ-સ્થાપત્ય, અટીરા, પી.આર.એલ. અને આઈ. આઈ.એમ. જેવી સંસ્થાએ તેમની પ્રગતિઅભિમુખ વિયારશ્રેણીનાં ચિરંજીવ દૃષ્ટાન્તા છે. આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલા સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે. ખાટું ખર્ચ એક પૈસાનું પણ ન થાય તેની તેઓ ચીવટ રાખતા પણુ જરૂર લાગે ત્યાં લાખ રૂપિયાનું ખર્ચ લેાકકલ્યાણ અર્થે દાન રૂપે કરવામાં સકાચ રાખતા નહીં. તેમના ઉદ્યોગગૃહમાં એક વાર માણુસને નીમ્યા પછી સાથેમાટે પ્રસંગે તેની પડખે ઊભા રહીને મદદ કરવામાં તેમનું ઉદાર, માનવતાભયુ ... વન પ્રગટ થતું. ધનની માફક શબ્દોની અને સમયની પણુ તેમ કરકસર કરતા. નાણાં, શબ્દ અને સમય એ ત્રણમાં તેમની કઈ કરકસર ચડે તે કહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 396