________________
શાસ્ત્રોમાં આત્માનું વર્ણન પચ્ચીસ-ત્રીસ ટકા જેટલું જ થઈ શક્યું છે, કારણ કે આત્મા સૂક્ષ્મતમ છે. ત્રીસ ટકા વર્ણનથી આખી વસ્તુ જાણવી હોય તો ન જાણી શકાય. તેથી વેદાંતે કહ્યું, ‘નેતિ, નેતિ.” શાસ્ત્રોમાં આત્મા નહીં પ્રાપ્ત થાય, માટે જ્ઞાની પુરુષ પાસે જા.
વેદાંત કહે છે, આ દેહમાં અમે પૃથક્કરણ કરતા હજી પુલ સુધી આવ્યા, હજી ચેતન (હાથમાં) આવ્યું નથી. અમે ચેતન ખોળીએ છીએ પણ તે આ હોય, જડનું જ હાથમાં આવ્યું છે. માટે “નેતિ, નેતિ’ કહ્યું.
આત્મા એ જ પરમાત્મા છે અને અનુભવમાં આવે એવો છે.
શાસ્ત્રો કહે છે, તેઓ આત્માની વાત અમુક અંશ સુધી કરી શક્યા, પણ એથી આગળ વાણી પહોંચી શકતી નથી. કારણ કે આત્મા અવક્તવ્ય છે, અવર્ણનીય છે, નિઃશબ્દ છે. શબ્દરૂપ નથી, શબ્દોથી વર્ણન થાય એવો નથી, વાણીથી બોલાય એવો નથી. માટે જેણે આત્મા અનુભવ્યો છે એવા જ્ઞાની પુરુષ પાસે જા, એ સંજ્ઞાથી સમજાવશે. બીજો કોઈ સંજ્ઞા કરી શકે નહીં. ભગવાનની કૃપા ઉતારે તો સંજ્ઞા થાય, તો કામ થાય.
સાકર ગળી છે, પણ ગળી એટલે શું? એ અનુભવગમ્ય છે. એવું આત્માની સિમિલિ (ઉપમા) આપી શકાય એવું નથી, કારણ કે અવક્તવ્ય છે, અવર્ણનિય છે, એ અનુભવગમ્ય છે. કૃપા સિવાય અનુભવ ના થાય.
આત્માનું વર્ણન જ્યાં સુધી બુદ્ધિજન્ય છે ત્યાં સુધી વક્તવ્ય છે અને જ્ઞાનજન્ય એ અવક્તવ્ય છે.
દાદાશ્રી કહે છે કે તીર્થકરોએ જે આત્માને અનુભવ્યો તે રૂપ અમે થયા નથી, છતાં અમે એ આત્માને જોઈએ છીએ, ઘણો કાળ એ આત્મામાં રહીએ છીએ. તેથી એ આત્મા જોઈને અમે કહી શકીએ છીએ. પહેલા એ કાળમાં જોનાર હતા, તે કહી શકે એવી દશામાં નહોતા. જ્યારે અમે કહી શકીએ એ સ્થિતિમાં છીએ. બાકી, જગતે ક્યારેય પણ જેને જાણ્યો નથી એ આત્માની આ વાત કરીએ છીએ.
તીર્થકર ભગવંતો એ આખા જગતને અનુલક્ષીને બોલેલા છે, જ્યારે દાદાશ્રી તો મોક્ષે જનારાને અનુલક્ષીને બોલેલા છે.
65