________________
૩૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
અને આત્માના જે ગુણધર્મો છે ને એ જે બોલે છે ને, એને સિદ્ધ સ્તુતિ કહે છે. એ ગાયા કરે તો ઘણું કામ કાઢી નાખે.
અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું.” “અનંત જ્ઞાનવાળો છું દસ-દસ વખત બોલે, “અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું,' એવું દસ-દસ વખત બોલે, ક્યાં જઈને પહોંચે ! કેટલો બધો ઉપયોગ થાય ! અને એ તદન શુદ્ધ ઉપયોગ ! સિદ્ધ સ્તુતિ કહી, હોં !
પ્રશ્નકર્તા સિદ્ધ સ્તુતિ !
દાદાશ્રી : હા, સિદ્ધ સ્તુતિ. અહીંયા આગળ આ દુનિયા ઉપર સિદ્ધ સ્તુતિ કહી. કોઈ દહાડો બોલેલો કે ? કોઈ દહાડોય નહીં ?
આ સિદ્ધ સ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરી છે આમાં કંઈ ? ત્યારે રાત તો આપણા બાપની જ છે ને ? કંઈ બીજાનો ભાગ છે મહીં ?
પ્રશ્નકર્તા: આપણા બાપની જ ! દાદાશ્રી : કોઈનો ભાગ નહીં? બાપનો હશેને ભાગ ? પ્રશ્નકર્તા સહેજેય નહીં.
દાદાશ્રી : તું કહું છું ને આપણા બાપની ? કોઈનોય ભાગ નહીં. હેય.. નિરાંતે કલાક ગાઈએ. તને કેમ લાગે છે ? અને અઘરું બહુ, નહીં? આમાં કંઈ અઘરું છે ?
પ્રશ્નકર્તા: અઘરું તો નથી, દાદા.
દાદાશ્રી: ખાલી એ ટેવ પાડી નથી એટલું જ છે. પ્રેક્ટિસ પાડીએને તો બધું સવળું થઈ જાય એવું છે.
પ્રશ્નકર્તા ઃ આત્માના ગુણો આપણી સમક્ષ હોય એ બોલતી વખતે? ગુણો સમજીને બોલવું પડે ?