Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 448
________________ (૧૮) સિદ્ધ સ્તુતિ ૩૬૭ અમે અબુધ થયેલા. અમારામાં બુદ્ધિ નહીં, એની જોડે તમે બુદ્ધિથી કામ લો તો શું થાય ? અહીં તો ધાતુએ ધાતુ મેળવવી પડશે. અબુધ થયેલા જોડે અબુધ થઈશું તો જ મેળ પડશે, નહીં તો નકામું જશે. ધાતુ મેળાપ જોઈએ. સ્વભાવ ધાતુ એટલે સ્વભાવ મિલાપ. ભગવાનમાં જે ધાતુ છે, એ ધાતુરૂપ તું થઈ જાય. જે સનાતન છે, એ જ મોક્ષ છે. સનાતન એટલે નિરંતર. નિરંતર રહે છે એ જ મોક્ષ છે. ધાતુ મિલાપથી પરિપૂર્ણતા પ્રશ્નકર્તા ઃ આપે કહ્યુંને કે આપણી ધાતુ, ભગવાનની ધાતુ જોડે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર જેવું છે, એની જોડે સરખો મિલાપ થઈ જવો જોઈએ તો એ આપણી એટલે કોની ? દાદાશ્રી : આપણી એટલે આપણે “શુદ્ધાત્મા’ જે કહીએ છીએ, એ શુદ્ધાત્મા એ આપણો ભાવ થયો અત્યારે. નક્કી કર્યુંને પોતે કે “હું શુદ્ધાત્મા છું', એ શુદ્ધાત્મા એક્કેક્ટ એ ધાતુ મિલાપ થઈ જાય, ત્યાં સુધી એ કરવાનું. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માની પરિપૂર્ણદશા? દાદાશ્રી : પરિપૂર્ણતા. એ ધાતુ મિલાપ કહેવાય અને અત્યારે પરિપૂર્ણતા નથી.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450