________________
(૪) અનંત સુખધામ
૮૫
પ્રશ્નકર્તા ઃ આ જે આપણે સુખ કે આનંદની વ્યાખ્યા આપણે સમજ્યા છીએ તો એનું પ્રમાણ તો કહે બહારનું છે. આપણે એ જ જોયું છે ને આપણી પાસે એનું જ પ્રમાણ છે પણ અંદરનું સુખ છે, એનો અનુભવ આપણને ખબર નથી કે કઈ રીતનું હોય છે ? એનું પ્રમાણ શું?
દાદાશ્રી : કેમ માણસ ઊંઘી જાય છે ? થાક લાગ્યો હોય ત્યારે ઊંઘી જાય છે ને થાક ઊતરી જાય છે. પણ જોડે જોડે મનમાં એમ થાય કે આજે બહુ સરસ ઊંઘ આવી. બહુ સરસ એટલે સુખ પોતાને વર્તે છે. આ પાંચ ઈન્દ્રિયોના બારણા જ વાસી દીધાને તોય અંદરનું સુખ વર્તે. તેથી તો લોકો સૂઈ જાય છે ત્યારે સુખ વર્તે મહીં. ઊંઘી ગયો એટલે સુખ વર્તે. પણ એ બધા સુખ આવરણ લાવનારા સુખો છે. આત્માને કોથળામાં પૂરીને સુખ મેળવીએ તે ખોટું છે, તેના કરતા તપ કરીને સુખ મેળવવું સારું.
ઊંઘીને ઊઠે છે ત્યારે સુખ શાથી લાગે છે? આત્મા છે ત્યાંથી જ સુખ આવે છે, એ અહંકારને સુખ લાગે છે.
એટલે આ બહારની મશિનરી બંધ થઈ જાય તો ભગવાન તો હાજર છે, એમનું સુખ બહાર નીકળે. અનંત સુખનો કંદ જ પોતે છે. એટલે મહીંનું સુખ બહાર નીકળે પછી. આ મશિનરી ચાલુ હોય ત્યારે પેલું સુખ બહાર નીકળે ખરું પણ દેખાય નહીં.
પ્રશ્નકર્તા: આત્માનો જે અંદરનો આનંદ છે, તે એનું પ્રમાણ શું? કેવી રીતે સ્પષ્ટ ખબર પડે કે આ આત્માનો જ આનંદ છે?
દાદાશ્રી : આપણે આપણી વસ્તુ બીજાને આપીએ તે ઘડીએ ખબર પડે. કોઈ દુઃખી માણસ હોય ને તે ઘડીએ આપણે ત્યાં આગળ દવાખાનામાં જઈને કંઈક વસ્તુ આપી આવીએ તે એ વખતે મહીં આનંદ વર્તતો હોય, તે આપણી પોતાનો છે. એ બહારથી નથી આવતો.
પ્રશ્નકર્તા: એ આપણે વસ્તુ બીજાને આપવાથી ઉત્પન્ન થયોને ? દાદાશ્રી : આપવાથી તો દુઃખ જ થાય હંમેશાં. આપવામાં સુખ