________________
(૮.૨) સ્વપરિણતિ-પપરિણતિ
૨૦૩
ક્રમિક માર્ગમાં હોય એ શબ્દોથી સ્થિતિ હોય. આ સંસારમાં ચિત્ત ને બધું એમાં રહે, તે પેલા શબ્દોથી આત્માને જાણવાનો. એ શબ્દોથી જે જાણેલો હોયને, એને સ્વરૂપ સ્થિતિ કહે છે. તેમાં સ્થિર થાય. તે આમાં સ્થિરપણું મટી જાય અને પેલામાં જેટલો વખત સ્થિર થાય એટલી સ્વરૂપ સ્થિતિ કહેવાય.
જે માનેલી સ્વરૂપ સ્થિતિ હોય તે સ્થિરતાને રખાવડાવે, સ્થિરતા લાવવા દે. પણ એ ખરેખર સ્વરૂપ સ્થિતિ નથી. પણ તે તો શબ્દોની સ્થિતિ છે. હજુ તો દરઅસલ આત્મા તો જુદો રહ્યો. શબ્દોય નથી હવે, એ દરઅસલ આત્મા કહેવાય. તેથી જ લાયક સમક્તિ કહેવાય ને !
આ તો ક્ષાયક સમકિત છે. એ સ્વરૂપ સ્થિતિ બહુ ઊંચી જાતની
આજ્ઞાપાલને રહે સ્વરૂપ સમાધિ આ તો જેટલો વખત તમે આજ્ઞામાં રહોને તો સ્વરૂપ સ્થિતિ નહીં, સ્વરૂપ સમાધિ રહે છે.
પ્રશ્નકર્તા : સમાધિ રહે ?
દાદાશ્રી : હા, કેટલો વખત આજ્ઞામાં રહ્યા ? ત્રણ કલાક આજ્ઞામાં રહ્યા તો ત્રણ કલાક સમાધિ રહે ! કોઈ દહાડો કલાક રહેલા કે નહીં રહેલા આજ્ઞામાં ? રસ્તામાં રિલેટિવ-રિયલ જોતા જોતા ફરો ખરા ? મેં કહ્યું છે એવું રિયલ ને રિલેટિવ જોતા જોતા ચાલજો કલાક. એવું કલાક કોઈ વખત ચાલો છો ?
પ્રશ્નકર્તા: ચાલવાનું નહીં પણ એ ખ્યાલ રહે, એનો ખ્યાલ રહે.
દાદાશ્રી : હા પણ ખ્યાલ રહે એટલે મહીં સમાધિ જેવું રહ્યા કરે આપણને. એ સ્વરૂપ સમાધિ કહેવાય. બહુ ઊંચી વસ્તુ છે આ તો.
આ સ્વરૂપ સ્થિતિ કાયમની છે. પણ તમને પેલા બહારના કર્મ ખરાને, તે સમભાવે નિકાલ કરવા જાવ એટલે પછી સ્થિતિ સ્થિતિની