________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આવતા જાય છે. જેટલી ફાઈલોનો નિકાલ થાય એટલો પારિણામિક ભાવ ઉત્પન્ન થાય. અને બેઉ પારિણામિક ભાવમાં આવ્યા, બેઉ પરિણામ ભાવી થઈ ગયા એનું નામ કેવળજ્ઞાન છે.
૨૩૪
પ્રશ્નકર્તા ઃ બન્ને પોતાના ભાવમાં રહી ગયા એટલે કેવળજ્ઞાન. દાદાશ્રી : સ્વપરિણામ ને સ્વપરિણામી હોય તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. એવું આ જગત છે, બહુ સમજવા જેવું.
વ્યવસ્થિત તથી પારિણામિક ભાવ
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આ વ્યવસ્થિત એ પારિણામિક ભાવ નથી
એ સમજાવો.
દાદાશ્રી : વ્યવસ્થિત તે પારિણામિક ભાવ નથી. ઈટ ઈઝ ધી રિઝલ્ટ ઑફ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસ. તમે ક્લાસિસવાળા શું અર્થ કરો આનો, રિઝલ્ટ ઑફ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસ ?
પ્રશ્નકર્તા : રિઝલ્ટનો અર્થ આમ તો પરિણામ થાય.
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસનું એ રિઝલ્ટ છે અને પારિણામિક ભાવ તો બહુ ઊંચી વસ્તુ, જુદી વસ્તુ છે. તમને સમજાયા પારિણામિક ભાવ ?
પ્રશ્નકર્તા : જી, એ છ તત્ત્વને જ હોય.
દાદાશ્રી : હવે આ વિશેષણ ક્યાં લાગુ થાય ? તે અમુક જગ્યાએ જ લાગે.
પારિણામિક શક્તિ-સત્તા દાદાતી, ત્યાં કામ કાઢી લો
પ્રશ્નકર્તા : દાદા પાસે સતત ચિત્ત રહે છે એનું કારણ શું ?
દાદાશ્રી : એ બધી અલૌકિક શક્તિઓ છે. પણ હવે આપણે એ રહે છે એનો લાભ ઉઠાવી લેવાનો.