________________
[૧૬]
નિર્વિશેષ વિશેષણો તો ઓગળ્યા કરે, મૂળ આત્મા તિર્વિશેષ પ્રશ્નકર્તા આત્મા નિર્વિશેષ છે તે સમજાવશો ?
દાદાશ્રી આત્મા નિર્વિશેષ છે, એને વિશેષણ નહીં. કારણ કે એની જોડે બીજી સરખામણીમાં આવે એવી વસ્તુ જ નહીં એટલે નિર્વિશેષ ! અને જેને એબ્રેક્ટિવ ના લાગે, વિશેષણ ના લાગે, છતાં ગુણધર્મ ધરાવે છે.
પ્રશ્નકર્તા: શાસ્ત્રોમાં તો આત્મા માટે એટલા બધા વિશેષણો છે તે શું છે ?
દાદાશ્રી : એ બધા મૂળ આત્માના વિશેષણ નથી. આ જેટલા વિશેષણ છે એ વ્યવહાર આત્માના છે, મૂળ આત્મા નિર્વિશેષ છે. એને વિશેષણ જ કોઈ ના હોય.
પ્રશ્નકર્તા: તો પછી મૂળ આત્માને કેવી રીતે પકડાય ?
દાદાશ્રી: પકડાઈ ગયો ને ! નકશામાં તમે જોઈ લીધું. નકશામાં તમે જોયું કે મુંબઈ અહીં આગળ છે. પછી વિરાર, પછી આ પાલઘર, પછી આ વલસાડ, એ તો જોયું એટલે તમારી ગાડી સુરત આવી એટલે તમે કહો હજુ આટલું આટલું બાકી છે પણ મૂળ આત્મા (મુંબઈ) પહોંચાશે. પણ બીજા સ્ટેશનના નામ તો કહેવા પડને ? એ બધા આત્માના નામ નથી.