Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 434
________________ (૧૮) સિદ્ધ સ્તુતિ ૩પ૩ પદ્ધતિસર સમજી લેવામાં આવે તો વિજ્ઞાન એટલે ફળ જ આપ્યા કરે. વિજ્ઞાન એટલે ફળ આપે જ. કૅશ બેંક જ છે, પણ સમજી લેવાની જરૂર છે. જે આત્માનું લક્ષ) આપણને કરોડો ઉપાયે પ્રાપ્ત ના થાય તે આપણને હાજર થયું અને તેય કલાકમાં હાજર થયું તે આ વિજ્ઞાન કેવું? એક કલાકમાં હાજર થઈ ગયું અને અત્યારે રાત્રે જાગો ત્યારે હું શુદ્ધાત્મા છું એ સામું આવે ઊલટું. સામું નથી આવતું ? પ્રશ્નકર્તા આવે છે. દાદાશ્રી : નહીં તો “શુદ્ધાત્મા” યાદ કરીએ તોય જડે નહીં પણ સામું આવે છે તો આ વિજ્ઞાને જ્યારે આટલો બધો સાક્ષાત્કાર કર્યો તો પછી બીજું બધું કેમ ન થાય ? પણ સમજી લેવાની જરૂર છે. જે આત્માના ગુણો છે ને, તે આખો દહાડો નવરાશ હોય ત્યારે નિરંતર બોલ બોલ જ કરવા જોઈએ ખરી રીતે. નવરાશ ના હોય પણ આવી અડચણ આવે ત્યારે બોલવા. પછી આગળ... અશક્તિ વખતે બોલવું, “હું અનંત શક્તિવાળો છું' પ્રશ્નકર્તા: મનનું, દેહનું બળ એમ લાગે ઘટી ગયું છે, એમ લાગે શરીર શક્તિ ક્ષીણ થવા માંડી છે એ વખતે “હું અનંત શક્તિવાળો છું, હું અનંત શક્તિવાળો છું, હું અનંત શક્તિવાળો છું એવું જોરજોરથી બોલીએ એટલે તે વખતે પાછી શરીરમાં તરત શક્તિ આવી જાય. દાદાશ્રી : દેહબળ ઘટી ગયું હોય, શક્તિ ખૂટે ને મન-દેહ નિર્બળ થાય ત્યારે “અનંત શક્તિવાળો છું.” માંદો હોય તોય બોલે. હવે આ મહાત્મા આવે છે ને, એમના પિતાશ્રી વ્યાસી વરસના, તે પછી આમ દાદરો ચડવાનો હોય તો એને જાતે ચડાય જ નહીં. ઝાલીને ચડાવે બે જણ, ને અહીં દાદરો ચડવાનો થયો. પછી મેં કહ્યું કે ભઈ, ઉપરથી બે જણા આવે છે. તમે ઉતાવળ ના કરશો, બેસી રહેજો. પણ એ તો આ અનંત શક્તિવાળો બોલ્યા. “હું અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છુંજોરથી બોલ્યા, તે ત્રણ આખા દાદરા (ત્રીજે માળ) થોડીવારમાં તો ચડી ગયા. છે ને, શક્તિ પાર વગરની છે ! પણ પાછા બોલે એવું, હવે

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450