Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 426
________________ (૧૭.૨) અનુભવગમ્ય ૩૪૫ દાદાશ્રી : બસ, એ જ, એ જ. પ્રશ્નકર્તા જે પલટો થતો જાય, જે પોઝિટિવ થતો જાય.... દાદાશ્રી: પોતાના દોષ દેખાતા જાય. આ જગતમાં આ બધા લોક છે ને પણ પોતાના દોષ (કોઈને) ના દેખાય. સામાના દોષ કાઢવા હોય તે બધા કાઢી આપે, જ્યારે અહીં તો પોતાના દોષો દેખાય. પ્રશ્નકર્તા: હા, પોતાના દોષ દેખાય ! દાદાશ્રી : બધું દેખાય, બધું. પ્રશ્નકર્તા પછી કાંઈક ખરાબ-ખોટું, સારું-નરસું તેનો ખ્યાલ આવે તે અનુભવ કહેવાય ને ? દાદાશ્રી : બધું પોતાને ખબર પડી જાય, પોતાને ખ્યાલ આવી જાય એ જ આત્મા. અનુભવ વધતા થશે જ્ઞાતાત્મા હજુ આ આત્મા, દર્શનાત્મા કહેવાય છે, પછી જ્ઞાનાત્મા થશે ધીમે ધીમે. જેમ અનુભવ વધશેને, તેમ જ્ઞાનાત્મા થશે. પ્રશ્નકર્તા: એ બરાબર છે, દાદા. એ તો અનુભવ થયો છે કે ગુસ્સો આવવાનો હોય તો તરત જ ખ્યાલ આવે છે, જાગૃતિ આવી જાય છે. દાદાશ્રી : હા, તરત જ આવી જાય. આ જગતમાં જ્ઞાન ના હોયને, તો એને પોતાને ભૂલ દેખાય નહીં કોઈ દહાડોય. (એ પોતે) આંધળો હોય અને જ્ઞાનવાળાને બધી ભૂલો દેખાય. પ્રશ્નકર્તા : જ્ઞાનવાળાને પોતાની ભૂલો દેખાય. દાદાશ્રી : બધી બહુ દેખાય. ઓહો.. રોજ સો-સો ભૂલો દેખાય. પહેલા આત્માનુભવ વર્તે, પછી ખપે પુદ્ગલ પ્રશ્નકર્તા: આ પવન દેખાતો નથી પણ તેની લહેર આવે છે ને

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450