________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પરપરિણામ. તે કોઈ તમારા માટે ખરાબ વિચારે કે સારું વિચારે પણ ‘તમે’ જાણો કે આ પરપરિણામ છે તે સ્વપરિણતિ. તમે નિશ્ચયમાં બારમા ગુંઠાણે બેઠા એટલે તમને ખબર પડી જાય કે આ પરપરિણામ છે, મારા નથી. શુદ્ધાત્મા લક્ષે તે વ્યવસ્થિતતા જ્ઞાતે, ઊડે પરપરિણતિ
૨૧૨
આ જ્ઞાન અક્રમ વિજ્ઞાન છે ને, એટલે પરિણિત બદલાતી નથી. પિરણિત બદલાય એટલે કાચું પડી જાય.
આ સમકિતી જીવને વ્યવહા૨માં, આમાં ક્રમિક માર્ગે સ્વપરિણતિ રહે અને પાછી પ૨પરિણતિ વધારે રહે, આખો દહાડો. એમાં થોડો વખત સ્વપરિણતિમાં આવે. એટલે સ્વપરિણતિ-પ૨પરિણતિ ભેદ પાડેલા. તે સમિતી બહુ જ જૂજ સ્વપરિણતિમાં હોય, નહીં તો આખો દહાડો પ૨પરિણતિમાં હોય. સમિકતી હોય તોય જેટલો વખત મહીં આત્માનું ભેદ પડે, તેય શબ્દથી, શબ્દની પ્રતીતિ...
પ્રશ્નકર્તા : સમકિત જેને થયું એ સ્વપરિણામને જ માનેને ?
દાદાશ્રી : હું.. અંશે અંશે રહેવાનું એને, સર્વાંગે ના રહે. બહુ અંશે પરપરિણામ રહે, ‘હું કર્તા' એ ભાવ જાય નહીંને ! અને સામો કર્તા એ ભાવ ના જાય. (એણે) આમ કર્યું, તેમ કર્યું. ઠેઠ સુધી ડખો, ઠેઠ છેલ્લા અવતારમાંય ડખો, ત્યાંય પ૨પરિણતિ હોય. છેલ્લે મોક્ષે જતા પહેલા પંદર-વીસ વર્ષ પરપરિણિત ના હોય, ત્યાં સુધી એ ડખો.
અહીં તો પરપરિણતિ જ નથી રહેતી. આ વ્યવસ્થિતના જ્ઞાનને લઈને પરપરણિત ઊડી ગઈ છે. શુદ્ધાત્માનું લક્ષ બેઠું ને વ્યવસ્થિતનું જ્ઞાન બેઠું એટલે આ કરે છે, એવુંય થઈને એની ઉપર દ્વેષ નથી થતો.
પ્રશ્નકર્તા : કર્તાભાવ પહેલેથી કાઢી લીધો.
દાદાશ્રી : કર્તાભાવ તમારો તો નહીં, પણ બીજા પ્રત્યેનોય કર્તાભાવ ઊડી ગયો. બીજો કરે છે, તે કરે છે, તેઓ કરે છે, એ બધુંય ઊડી ગયું. ‘હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે', એ બધુંય ઊડી ગયું. નિમિત્તભાવ આવી ગયો.