________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
નથી જ થતી, પરઉપયોગેય જતો નથી. આ (કારણ) કેવળજ્ઞાન આપ્યું છે તેનું આ તમને રહે છે.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનમાં નિજપરિણતિ કેવી હોય ?
૨૦૬
દાદાશ્રી : જ્યાં સુધી નિજપરિણતિની સાથે છે ને પરપરિણતિને ઠેલે છે ત્યાં સુધી પરિણતિ રહે, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પરિણતિ રહેતી નથી.
સ્વપરિણતિ ઉત્પન્ન થઈ એ સમયસાર
એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમયસાર કહ્યો. એક સમય પણ સમયસાર ઉત્પન્ન થયો તેને કાયમને માટે એ થઈ ગયું, કહે છે. તેને કાયમ એ રહે જ.
અને આ સમયસાર ને નિયમસાર સમજી શકે એવો વર્લ્ડમાં કોઈ માણસ જન્મ્યોય નથી અત્યારે. એ સમયસારનો અર્થ જુદો જ કરી નાખ્યો ! એને પછી તપસારમાં લઈ ગયા.
પ્રશ્નકર્તા ઃ સમય એટલે આત્મા કહે છે ?
દાદાશ્રી : સમયસાર કોને કહેવાય કે નિરંતર નિજ ઉપયોગમાં રહ્યો. નિજપરિણતિ એને સમયસાર કહેવામાં આવે છે. એ તમને ઉત્પન્ન થયેલો છે. આ તમને ધર્મસાર તો પ્રાપ્ત થઈ ગયો પણ સમયસારેય પ્રાપ્ત થઈ ગયો.
આ જગતમાં બે પ્રકારના સાર છે; સમયસાર અને ધર્મસાર. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ગયા એટલે ધર્મસાર પ્રાપ્ત થઈ ગયો. અને સ્વાભાવિક પરિણતિ ઉત્પન્ન થઈ, સ્વપરિણતિ એટલે સમયસાર ઉત્પન્ન થયો.
સમયસાર એટલે, આ મિનિટનો બહુ નાનામાં નાનો ભાગ. તેનો સાર પ્રાપ્ત થયો, કહે છે. તે તમને સમયસાર પ્રાપ્ત થયો છે. પણ હવે તમારે શું, કે આ આપણું કાયમ માટે ૨હે એવું કરવું છે. તેમાં જે પાછલું