________________
(૮.૧) સ્વભાવ : પરભાવ
૧૮૭
દાદાશ્રી : સ્વભાવ ભાવ ધ્રુવભાવ છે, સનાતન ભાવ છે.
જ્ઞાતી પોતે સ્વભાવમાં રહી, પરભાવને જાણે પ્રશ્નકર્તા ઃ સ્વભાવ-પરભાવ વિશે વધારે સમજાવશો ?
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા’ એ સ્વભાવ કહેવાય. ‘હું ચંદુભાઈ’ ને ‘આ મારું' એ બધો પરભાવ. ‘હું ચંદુ છું અને આ ભાવ કરું છું, પૈસા કમાવવાનો ભાવ કરું છું' એ પરભાવ કહેવાય. અને હું ચંદુ નહીં ને હું શુદ્ધાત્મા છું એટલે પૈસા કમાવવાનો ભાવ છે એ છે તે પરભાવ નથી ગણાતો. એ છે તે ડિસ્ચાર્જ છે. અને તેને આપણે જોયા કરવાનું, કે ચંદુ શું કરે છે.
પ્રશ્નકર્તા : એવું કેમ, દાદા ?
દાદાશ્રી : આત્મજ્ઞાની પરભાવમાં કેમ કરીને આવે ? આત્મજ્ઞાની થયો એટલે પોતે સ્વભાવમાં હોય. પરભાવ એને ઉત્પન્ન થાય ખરા, તે પરભાવને જાણે.
આત્મા ત કરી શકે પરભાવ, રહે સ્વભાવનો જ કર્તા
પ્રશ્નકર્તા : એટલે શુદ્ધાત્મા લક્ષ થયા પછી આવા ભાવો પરભાવ નથી ગણાતા ?
દાદાશ્રી : હા, કારણ કે આ આત્મા પરભાવ કરી શકતો જ નથી. આત્મા સ્વભાવનો જ કર્તા છે. કોઈ દહાડો પરભાવનો કર્તા છે જ નહીં. પરભાવનો કર્તા કોણ ? ત્યારે કહે, અજ્ઞાન, ‘હું ચંદુ છું’ એ પરભાવનો કર્તા, ‘હું શુદ્ધાત્મા છું’ એ સ્વભાવનો કર્તા. આત્મા કોઈ દહાડો પરભાવનો કર્તા થયો નથી, થશે નહીં અને થવાનોય નથી. પોતાના ધર્મની બહાર આત્મા ગયો નથી. કોઈ પણ વસ્તુ પોતાના ધર્મની બહાર હોતી નથી. કોઈ પણ વસ્તુ પોતાના ધર્મની આઉટ સાઈડ (બહાર) રહી શકતી જ નથી. એના નિજધર્મમાં હોય. આત્મા પોતાના નિજધર્મમાં જ છે.
આ તો પરભાવો એ બિગિનિંગ ઑફ કોઝીઝ છે. આ ભાવકર્મ