________________
૧૫)
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ભડકાટ રહે છે. ભડકાટ-ફફડાટ એ સંગી ચેતનાનો ગુણ છે. ભડકાટ દેહનો ગુણ છે. એટલે એક રમકડાંમાં ચાવી આપી હોય, તે જેવી ચાવી આપી હોય તેવું જ રમકડું ચાલે. એનો મૂળ ગુણ નથી. તેવી રીતે દેહમાં ભડકાટ વણાઈ ગયેલો છે. એટલે આપણે ના કરવો હોય તોય થઈ જાય છે. અહીંયા કોઈ ભડાકો કરે તો આપણી આંખ આમ બંધ ના થવા દેવી હોય તો થઈ જાય, એવો એ ભડકાર છે. તે જ્ઞાન આપ્યા પછી ભડકાટ રહે અને અજ્ઞાન હોય તો ભય રહે. ભય અજ્ઞાનથી છે.
આ જગતને ભય રહે છે, તે અજ્ઞાનનો ભય છે. અજ્ઞાનનો ભય ગયો એટલે ભય રહ્યો નહીં, ભડકાટ રહ્યો.
જે અવાજ ના સાંભળ્યો હોયને એ અવાજ સાંભળે એટલે ભડકે. અને જે અવાજનો પરિચય થઈ જાય, પછી એનાથી ના ભડકે.
પ્રશ્નકર્તા : પરિચય થઈ ગયા પછી ના ભડકે ?
દાદાશ્રી : પછી ના ભડકે. પણ જે અવાજ તમે પહેલા સાંભળ્યો નથીને, એ ગણકારો કે ના ગણકારો તોય દેહ ધ્રુજ્યા વગર રહે નહીં. સઘળી ક્રિયા સંગી ચેતતાતી, ન રહ્યો હવે પોતે ગુનેગાર
આ કોઈ માણસ કોઈને ધોલ મારતો હોય ત્યારે આત્મા અસંગ જ છે. આ તો સંગી ચેતનાથી એમ લાગે છે કે પોતે મારે છે, પણ ખરેખર તો પોતે અસંગ જ છે. ચાર્જ થયેલી બેટરી ડિસ્ચાર્જ થાય તો પ્રકાશ આપીને જાય, તેમ આ સંગી ચેતનાનું છે. એ ડિસ્ચાર્જ થાય છે.
પાંચ હજાર રૂપિયા ગયા અને પછી મોટું ઊતરી જાય. મોટું ભલે ઊતરી જાય, પણ આ અંદર ના ઊતરે તોય આપણે જાણીએ કે આ સાચું છે. મોટું જો ઊતરી જાય એ તો સંગી ચેતના છે. તે (મોઢું) ઊતરી જાય તેને અમે ના જોઈએ. અમે અંદર કેમનું છે એ જોઈ લઈએ. અંદર કશું ના થયું હોય પણ. આ ભાત ઊતરી જાય છે, ખીચડી ઊતરી જાય છે તો કંઈ આ મોટું ઊતરી ગયા વગર રહે કે ? ઊતરી ના જાય ? પણ કેટલાકને નાય ઊતરે, હોં ! આ જ્ઞાનના બળ ઉપર આધાર રાખે છે.