________________
(૬.૨) અસંગ ને નિર્લેપ
૧૫૯
પ્રશ્નકર્તા: સમ્યક્ જ્ઞાનના અંશો ભેગા થાય છે ?
દાદાશ્રી : અનુભૂતિની પોટલી અને અનુભૂતિ, એ બે થયા પછી સમ્યક્ ચારિત્ર શરૂ થઈ જાય છે. જે ચારિત્ર નિર્લેપ હોય, અસંગ જ હોય તે આત્માનું ચારિત્ર. સમ્યક ચારિત્ર અસંગ હોય, નિર્લેપ હોય. એ એમાં અમે એકલા જ હોઈએ. તે અમુક જ ટાઈમ, વધારે ટાઈમ નહીં. પણ અમે જોયેલું એટલે અનુભવેલું, એટલે અમે તમને કહી શકીએ ખરા કે સમ્યકુ ચારિત્ર શું છે ! વીતરાગો કયા ચારિત્રમાં વર્તતા, તે અમે તમને કહી શકીએ. સમજાવી શકીએ પણ તમને પહોંચે નહીં, કારણ કે એના માટે શબ્દો નથી. અમે જે કહેવા માગીએ છીએ, એના માટે શબ્દો નથી. એટલે જેટલા શબ્દોથી સમજાવાય એટલું સમજાવીએ. બાકી આ સમ્યક્ જ્ઞાનના માટે શબ્દો છે, ચારિત્ર માટે શબ્દો નથી.
છેલ્લા સ્ટેશતો, અસંગ અને તિર્લેપ આ “શુદ્ધાત્મા છું' એ મોટામાં મોટું પદ તમને મળ્યું છે પણ હવે સંપૂર્ણ નિર્લેપ અને સંપૂર્ણ અસંગ થવાનું છે. આ નિર્લેપતા અને અસંગતા, આ બે છેલ્લામાં છેલ્લા સ્ટેશન છે.