________________
૧પ૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : ના, એને ક્યાં વાગવાનું?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મારૂપે જ્યારે વિચાર કરું ત્યારે ન વાગે એ બરાબર છે, પણ જે વાગે છે તે કોને વાગે છે ?
દાદાશ્રી : ચંદુભાઈને તો લાગે જ ને ! તમે તે ઘડીએ ચંદુભાઈ થઈ જાવ તો વાગે, (શુદ્ધાત્માની) ગુફામાંથી બહાર નીકળો તો ! લોક મારે, પણ મારે ત્યારે શુદ્ધાત્મા થઈ જાવ. માર ખાતા પહેલા તમે ચંદુભાઈ થઈ ગયા હો, પણ માર ખાતી વખતે તમે શુદ્ધાત્મા થઈ જાવ. તે ઘડીએ ગુફામાં પેસી જાવ. “માર ખાવો પડ્યોને હમણે” કહીએ, ચંદુભાઈને.
લાલચ ગઈ કે રહે શુદ્ધાત્માની ગુફામાં પ્રશ્નકર્તા: પણ દાદા, એ ગુફામાં કાયમ રહેવાય એવી કોઈ અવસ્થા ના હોય ?
દાદાશ્રી : ખરીને, પણ તમને જ્યાં સુધી હજુ આ લાલચો છે ને, ત્યાં સુધી એવી અવસ્થા કેમ આવે ? આ લાલચો છે. જેને કંઈ પણ લાલચ ના હોય તે ગુફામાં રહી શકે અને લાલચુને ગુફા કોઈ દહાડો આવે જ નહીં. લાલચ શાની કરવાની ? મહીં આવું ભયંકર સુખ, પાર વગરનું સુખ મહીં !
અસંગ જ્ઞાતે તા વેદ, જાણે સર્વ જ્ઞેયતે પ્રશ્નકર્તા: એટલે દાદા, જે એ ગુફામાં સ્થિર થઈ ગયો, એને શરીરની કોઈ પણ સ્થિતિમાં કોઈ રીતે કોઈ અસર જ ન હોય ?
દાદાશ્રી : બધી સ્થિતિને એ જાણ્યા જ કરે. એનો જાણવાનો જ ધર્મ અને અસર થાય એટલો વેચવાનો ધર્મ એનો પોતાનો નથી. એટલે આમાં ને આમાં, દહીંમાં ને દૂધમાં બેઉ જગ્યાએ પગ હોય તે ઘડીએ વેદવું કહેવાય અને એકલો દૂધમાં પગ હોય ત્યારે જાણ્યું કહેવાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, શરીરમાં હોવા છતાંય એવી સ્થિતિ આવે ખરી ?