________________
(૬.૨) અસંગ ને નિર્લેપ
છે. ફક્ત સંગી ક્રિયાઓનો જાણકાર છે. હવે સ્ત્રી (હોવા) છતાં આ જ્ઞાન આપીએ છીએ. સ્ત્રી હોય છે એમને એમ કહેતા નથી કે સ્ત્રીને તમે કાઢી મેલો. પણ સ્ત્રીની જોડે સહવાસ તમારે કેટલો રાખવાનો ? કે તાવ આવ્યો હોય તો જ દવા પીએ, એના જેવો જ રાખવાનો, નહિતર સ્ત્રીની જોડે સહવાસ રાખવાનો નહીં.
૧૫૩
પ્રશ્નકર્તા : પણ તાવ તો આવ્યા વગર રહે નહીંને ? શરીર છે એટલે આવે, આત્માને ન આવે.
દાદાશ્રી : નહીં, એનો અર્થ હું જુદું કહેવા માગું છું. હવે આ બધાને શાથી થોડું થોડું અટકાવું છું એમાં, વિષયમાં ? આ સ્ત્રીની જોડે જે સહવાસ છે પુરુષનો, તે એને જે શોખની ખાતર કરે છે તે નહીં, પણ તમારે તે તાવ ચઢ્યો હોયને જેમ દવા પીએ એવી રીતે તમને મહીં સહન ન થાય, સ્ત્રીને સહન ન થાય અને તમે પીઓ તો જવાબદારી તમારી નથી. અને તમે જો શોખની ખાતર પીઓ તો તમારી જોખમદારી છે. કારણ કે આત્મા બ્રહ્મચારી જ છે પોતે. તમે નક્કી કરો કે મારે નથી ભોગવવું, એટલે છૂટા થઈ જાવ છો.
એક ક્ષણવાર પણ સંસારનો સંબંધ રાખવા જેવો નથી, ત્યાં નિરંતર પડી રહેવું પડે છે. નાછૂટકે. શું કરે ? મનમાં એમ જ લાગવું જોઈએ કે આ ફસાઈ ગયો છું.
વિષયોમાં આત્મા અસંગ, પણ દુરુપયોગે ત પાડે ફોડ તીર્થંકર
મેં તમને આત્મા આપ્યો છે એ અસંગ અને નિર્લેપ આપેલો છે. ક્યારેય પણ સંગવાળો ન થાય, ક્યારેય પણ લેપાયમાન ના થાય. કાયમ નિર્લેપ જ રહી શકે તેમ છે, અસંગ જ રહી શકે એમ છે. મન-વચન-કાયાના સંગમાં અસંગ રહી શકે એમ છે. ભરત રાજાને ઋષભદેવ ભગવાને જે જ્ઞાન આપ્યું’તું, તેરસો રાણીઓમાં રહેવાનું હતું એટલે. તે જ્ઞાન મેં તમને ‘અક્રમ વિજ્ઞાન' આપ્યું છે. આ આખું વિજ્ઞાન છે ! આ તો સાયન્ટિફિક !
આ અમે જે આત્મા આપીએ છીએ, તે નિર્લેપ ને અસંગ જ આપીએ છીએ. ત્યારે કહે, સ્ત્રીઓ સાથે શી રીતે આત્મા અસંગ રહી