________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
હોય જ નહીં. આપવામાં સુખ હોય તો લોકો આપી ના દે બધું? પણ આપતી વખતે જે આનંદ થાય છે, એ અંદરનો આનંદ છે. એને દુઃખ થવું જોઈએ તેને બદલે સુખ થયું તે અંદરનો આનંદ છે.
પ્રશ્નકર્તા : પણ તેમાંયે વસ્તુ બીજાને આપવાનું અવલંબન તો રહ્યુંને?
દાદાશ્રી : અવલંબનનો સવાલ નથી. આ આંતરિક સુખ કોને કહેવાય એ પછી એમ કરતા કરતા સમજમાં આવશે એને. આંતરિક સુખ ખરું ક્યારે આવે કે જ્યારે એકાંતમાં બહુ દુઃખ હોયને, એને દુઃખ માને. દુઃખમાં છે તે થોડીવાર થાય ને પછી મહીં સુખ વર્તે એને. પછી સરસ થઈ જાય પાછું. દુ:ખમાં કંઈથી સુખ આવ્યું આ ? ના, ના, કલાકથી દુઃખી દુઃખી હતો અને થોડીવાર પછી આપણને કહે છે કે હા, હવે વાંધો નથી, હવે ચાલો. એ અંદરથી સુખ આવ્યું. અંદરથી હેલ્પ કરે છે. એટલે પાછું એને રાગે પડે છે બિચારાને. અંદરના સુખથી જ જીવન જીવી રહ્યા છે લોકો. પણ એમને અનુભવમાં ના હોયને એ વસ્તુ.
મહાત્માતે મોળા લાગે સંસારી સુખો, રહે નિરાકુળતા
પ્રશ્નકર્તા : બરોબર છે દાદા સમજાયું, બહારની કોઈ વસ્તુમાં સુખ જ નથી, સુખ પોતાના આત્મામાંથી મળે છે પછી ભલેને એને પોતાના આત્મા વિષે ભાન નથી, અજ્ઞાન પ્રર્વતે છે પણ સુખ તો આત્મા સંગે જ છે. હવે પ્રશ્ન એ થાય છે કે અમને મહાત્માને તો આત્માનું જ્ઞાન થયું છે તો તે અનંત સુખનો અનુભવ ક્યારે થશે ?
દાદાશ્રી : સ્પષ્ટનું વેદન આવતા વાર લાગશે. અસ્પષ્ટ વેદન છે અત્યારે. એટલે આપણે સ્પષ્ટતાની, એ તો બહુ ટાઈમ લાગશે એમાં.
પ્રશ્નકર્તા આત્માનું શરૂઆતનું સુખ અને ટોચનું સુખ, એમાંય ફેર તો ખરોને, ઘણી કૅટેગરી આવીને ?
દાદાશ્રી : શરૂઆતના સુખથી જ એને આ બધું મોળું લાગવા માંડે. સંસારના સુખ મોળા લાગવા માંડેને, એટલે આત્મા ભણી એનો અભિપ્રાય