________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : ના, આત્માના. જ્ઞાન-દર્શન મોટા ગુણો એટલે ‘જ્ઞાનદર્શન આદિ અનંતા ગુણો થકી' એવા બીજા અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.
૧૮
પ્રશ્નકર્તા ઃ એનો દાખલો શું ?
દાદાશ્રી : આ પ્રકાશ છે એના જેવું. આ પ્રકાશ બહાર બધો છે, તે અહીંયા આગળ લીલો રંગનો કાચ મૂકે, પીળો મૂકે તો નીચે પ્રકાશ લીલો-પીળો દેખાય છતાંય એ કહે છે કે હું શુદ્ધ જ છું. આ તો લીલાપીળાને લીધે રંગ બધા જુદા બદલાયા છે, બાકી હું તો પોતે શુદ્ધ જ છું. એવી રીતે આત્મા શુદ્ધ જ છે. બીજા બધા જાતજાતની પ્લેટો (આવરણ) આવે છે એટલે અવળું દેખાય છે, છતાં પોતે શુદ્ધ છે.
મારા પોતાના ગુણધર્મ એટલે જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણો થકી પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ગુણે કરીને શુદ્ધ છું એવું કહેવા માગે છે. તત્ત્વે કરીને શુદ્ધ છે જ. ગુણ જે એની મહીં રહેલા છે પોતાનામાં, એ ગુણો સહિત પોતે શુદ્ધ જ છે. હા, એ ગુણોયે શુદ્ધ છે ને એય શુદ્ધ છે.
ગુણ એટલે જ્ઞાન-દર્શન એવા અનંતા ગુણો. જ્ઞાન-દર્શન-ચારિત્ર, શક્તિ, વીર્ય. પછી આનંદ-બાનંદ બધા બહુ ગુણો, એ બધા ગુણોથી શુદ્ધ છું.