________________
(૩.૨) અનંત ઐશ્વર્ય
બિલીફ રોંગ હતી, સમ્યક્ ન્હોતી એનું આ ફળ આવ્યું છે. તે તો તમારે ભોગવે જ છૂટકો. પણ અત્યારે બિલીફ તમારી જુદી જગ્યાએ છે, ઐશ્વર્ય એક કરવા તરફ જ બિલીફ છે અને આમ વર્તનમાં રહેતું નથી ઐશ્વર્ય. તે એનો વાંધો નહીં, પણ રાત-દહાડો બિલીફ ક્યાં છે, એ જોયા કરવું, અને બિલીફને ટેકા આપ આપ કરવા અને બિલીફને વિટામિન આપ આપ કરવું.
૭૫
કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે ! રસ્તો કેટલો સુંદર ! સહેલો, સરળ, નહીં ભૂખે મરવાનું, નહીં બટાકા છોડવાના, નહીં બધું ગળ્યું છોડવાનું, નહીં તીખું છોડવાનું, નથી બૈરાં-છોકરાં છોડવાના, નથી બંગલા છોડવાના, આ બધું છોને રહ્યું ! આમાં ચિત્તવૃત્તિ શેના માટે જોઈએ ?
܀܀܀