________________
આવવા માટે વિશેષણો છે. ત્યાં પહોંચી ગયા પછી એય રહેતા નથી. આત્મા તો પરમાત્મા જ છે.
ત્યાં શૂન્યવાદેય નથી, શબ્દેય નથી. શબ્દ છે ત્યાં સુધી કલ્પના છે. વિકલ્પેય કલ્પના છે, નિર્વિકલ્પેય કલ્પના છે. મૂળ આત્મા તો શબ્દાતીત છે, ત્યાં કશું પહોંચતું નથી. આ તો ઓળખવા માટે આરોપણ કર્યું કે આ છે ને બીજું બધું શું છે, ભાગ પાડવા માટે.
જ્યાં સુધી મૂળ આત્મામાં આવ્યા નથી, ત્યાં સુધી આત્મા જ્ઞાતાદ્રષ્ટા-પરમાનંદી છે, ઉપયોગમય છે એવું બધું બોલવાનું, નહીં તો અવળે રસ્તે જતા રહેવાય.
આત્મા શુદ્ધ છે, અશુદ્ધ છે, વિશુદ્ધ છે એ બધું સંજોગ પ્રમાણે કહેવાય. બાકી આત્મા એનો એ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. આત્મા નિર્વિશેષ છે, મૂળ તત્ત્વ રૂપે ભગવાન જ છે.
સોનાની થાળી હોય તો જમીને ઊઠો તો ‘એ થાળી એંઠી છે’ એવું કહેવાય, પણ જમ્યા પહેલા ખાવાનું ના મૂક્યું હોય તો એને ‘શુદ્ધ છે’ કહેવાય. બાકી થાળી એની એ જ છે. સંજોગ પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ દેખાય છે. આત્મા એનો એ જ છે, પણ સંજોગો જુદા લાગવાથી અશુદ્ધિ દેખાય છે. અશુદ્ધિ ખરી જાય તો શુદ્ધ જ છે. આત્મા મેલો થતોય નથી, થયોયે નથી, માત્ર ભ્રામક માન્યતાઓ મેલી થાય છે.
આત્મા જો પૂરો જાણવામાં આવે, પૂરો અનુભવવામાં આવે તો એ પોતે જ ભગવાન છે.
[૧૭] અવક્તવ્ય ઃ અનુભવગમ્ય [૧૭.૧] અવક્તવ્ય
ભગવાન શક્તિ રૂપેય છે ને વ્યક્તિરૂપેય છે, પણ વ્યક્તિરૂપે પૂજે તેને વધારે લાભ મળે. વ્યક્તિરૂપે એટલે જ્યાં ભગવાન વ્યક્ત થયા છે ત્યાં. મનુષ્ય એકલામાં જ ભગવાન વ્યક્ત થઈ શકે.
આત્મા એ જ પરમાત્મા છે, પણ એ વ્યક્ત થવો જોઈએ.
64