________________
મહાત્માઓએ મૃત્યુ સમયે શું જાગૃતિમાં રહેવાનું ? અંત સમયે આપણી અંદર શું ચાલી રહ્યું છે, તેને જોયા જ કરવાનું. એ ના રહેવાય તો રિયલરિલેટિવની આજ્ઞામાં કે પાંચ આજ્ઞામાં રહેવું ! દાદાશ્રી પૂર્ણ બાંહેધરી આપે છે કે અંત સમયે દાદા હાજર જ રહેશે. સમાધિ મરણ થશે. મૃત્યુની વેદનાને બદલે આત્માનો આનંદ રહેશે !
વિધ વિધ પ્રશ્નોના સચોટ સમાધાન પૂજ્યશ્રીએ આપ્યા છે. જે વાંચતા જ મહાત્માઓને આ જ્ઞાન મળ્યા બદલ અલૌકિક એવી ધન્યતા અનુભવાય ! મહાત્મા કોને કહેવાય ? બાહ્ય સંયમ હોય કે ના હોય પણ આંતરિક સંયમ જબરજસ્ત હોય. કષાયનો અંતર સંયમ હોય. જો કે બહાર ક્રોધ કરે પણ અંદર તો ‘આ ના જ થવું જોઈએ’ એવું રહે. શુદ્ધાત્મા દશા પ્રાપ્ત કરી એ મહાત્મા. મહાત્માનું કાર્ય શું ? ભરેલો માલ સમતાપૂર્વક ખાલી કરવો. મહાત્માની ફરજ શું ? વીતરાગ રહેવું. રાગ-દ્વેષ રહિત રહેવું. મહાત્માનું આદર્શ જીવન કેવું હોય ? ઘરનાં, આજુબાજુવાળાં બધાંય કહે, ‘કહેવું પડે'. બધાં જ લીલા વાવટા ધરે ! મહાત્માનો નિત્યક્રમ શું ? અહીં તો નો લૉ - લ. જે બને તે સાચું. અવળું નીકળે ત્યાં “આ ના હોવું જોઈએ' એવું અંદર હોવું જોઈએ. સવારના વહેલું ઊઠવું ? જ્યારે ઊઠાય ત્યારે. પણ સૂર્યનારાયણની આબરૂ રહે એટલા માટે એ આવતાં પહેલાં ઊઠી જવું સારું ! સૂઈ જવું કઈ રીતે ? દાદાના ચિત્રપટનું નિદિધ્યાસન કરતાં કરતાં પોતાના જ કાનને સંભળાય એ રીતે ધીમે ધીમે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એમ બોલતાં બોલતાં દરરોજ સૂઈ જવું. એનાથી આખી રાત મહીં આત્માની જાગૃતિ રહ્યા કરશે. મોક્ષે જવાની ઉતાવળ કરનારા મહાત્માઓને પૂજ્યશ્રી કહે છે, ‘ગાડીમાં બેઠા પછી ટ્રેનમાં કોઈ ઉતાવળિયો હોય અને તે ટ્રેનમાં દોડાદોડી કરે તેનાથી શું વળે ? ઘણા મહાત્માને થાય કે મોક્ષ હવે કેટલા અવતાર પછી થશે ? દાદાશ્રી એની ગેરન્ટી આપતાં કહે છે કે “અમારી પાંચ આજ્ઞા સિત્તેર ટકા પાળે તો એક અવતારમાં જ મોક્ષે જાય ! અને વધારેમાં વધારે ત્રણ કે ચાર અવતાર, કોઈ લોભિયો હોય તો તે પૂરા પંદરેય કરે અને આજ્ઞા ના પાળે તો દોઢસોય થાય. અને કોઈ ઊંધો ચાલે, વિરાધના કરે તો ઊડી ય જાય.
ઘણાં પૂછે છે કે આ જ્ઞાન આવતા ભવે રહેશે ? દાદા કહે છે કે આ જ્ઞાન જતું ના રહે. આ ભવમાં ૮૧ સુધી પહોંચ્યા તો પછી આવતે ભવ ૮૧થી ચાલુ થશે. જેનાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થયા, એ પરિણામ જ એને તીર્થંકરો પાસે બેસાડશે ! દાદાશ્રી કહે છે, પાંચ આજ્ઞા આ ભવ પૂરતી જ છે તમારે. પછીના ભવમાં તો બધી જ્ઞાઓ તમારી મહીં વણાઈ ગયેલી હશે !! અને જે જે ફાઈલો જોડે રાગ-દ્વેષ છૂટી ગયા, તે પાછી ભેગી નહીં થાય. નહીં તો પાછી ભેગી થશે. પાંચ આજ્ઞા પાળવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જેનું ફળ પછીનો ભવ જબરજસ્ત જાહોજલાલીમાં જન્માવે છે ! મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે જન્મ મળે ને બધી સાનુકૂળતા મળી રહે. મહાત્માઓને મોક્ષના વિઝા મળી ગયા, હવે ટિકિટ બાકી છે. દાદાશ્રી કહે છે કે કંઈ થાય ને મોટું સહેજેય બગડે નહીં, મહીં આત્મસ્થિરતા રહે ત્યારે સમજી લેજો કે મહાવિદેહ ક્ષેત્રની ટિકિટ પણ આવી ગઈ !
[૧૦] અક્રમ વિજ્ઞાતની બલિહારી ! અક્રમ વિજ્ઞાન એક અજાયબ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે અવિરોધાભાસ, રોકડું ફળ આપનારું, સ્વયં ક્રિયાકારી. બધેથી તાળા મળે જ. મહીંથી ચેતવે, પોતાની ભૂલ્લો દેખાડે, જબરજસ્ત આંતરિક પરિવર્તન અપાવે. આધિ-વ્યાધિઉપાધિમાં ય નિરંતર સમાધિ રખાવે. ચિંતા-ઉપાધિ-ટેન્શન જ્યાં સશે નહીં, શંકા-ભય-અશાંતિ અડે નહીં એવી નિરંતર સ્થિતિમાં અક્રમ જ્ઞાન પ્રાપ્ત કરનારાઓને મૂકી દે ! જેના થકી સર્વસ્વપણે પટંતર પામ્યા, તેને સર્વસ્વ સમર્પણ કરજો. પટંતર એટલે જાત્યાંતર.