________________
સીટનું સિલેક્શન, સ્વ-પરનું !
૧૦૭
વ્યવહાર તો છે જ, વ્યવસ્થિતમાં. અને તે વ્યવહાર-નિશ્ચયના જેને ભેદ પાડ્યા નથી, તેને માટે આ વ્યવહાર ને આ નિશ્ચય. આપણા માટે વ્યવહારનિશ્ચય નથી. આપણા માટે એકલું નિશ્ચય જ છે. જે ગામ જવાનું તેની જ ભાંજગડ, બીજી શી આપણને ભાંજગડ ? અને તું શું કહું છું કે વ્યવહાર સાચવવો જ પડશેને ?
૧૦૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) જ્ઞાત સમજાયું તે જુદો તે પોતે જુદો ! પ્રશ્નકર્તા : ઘણું સારું લાગ્યું, દાદા. દાદાશ્રી : કે ગૂંચવાડો કોઈ જગ્યાએ ઊભો થયો ? પ્રશ્નકર્તા : જરાય નહીં. ચોખ્ખું થયું.
દાદાશ્રી : ઊલટો ગૂંચવાડો હતો તે ચોખ્ખો થયો, નહીં ? તે એનો ખ્યાલ રાખજો હવે.
પ્રશ્નકર્તા : ના, એ સાચવવાનું નહીં, પણ એ વ્યવહાર એની મેળે બની જ જવાનોને ત્યાં.
દાદાશ્રી : એ થયા જ કરવાનું. હમણાં ના ગમતો હોય તોય થયા કરવાનો, કૉઝ કર્યા છે એટલે ઇફેક્ટ આવ્યા વગર રહેશે ? પરીક્ષા આપી છે, એ પાસ કે નાપાસનું રિઝલ્ટ તો આવશે જ ને !? છૂટકો છે ?
પ્રશ્નકર્તા ઃ એટલે પોતે પેલી સીટ ઉપરથી ખસી ગયા, પછી પણ પેલો વ્યવહાર તો બન્યા જ કરે છે પેલી બાજ.
દાદાશ્રી : પછી બન્યા કરે. તમે ખસી જાવ એટલી જ વાર. ઊલટું નથી ખસતો તેથી બગડ્યો છે.
પ્રશ્નકર્તા ઃ એટલે એક ખુરશી ત્યાં છે અને એક ખુરશી અહીં એવું હોય છે એમ ? આ ખુરશીમાં બેસું તો પેલી ખુરશી ખાલી રહીને એક જગ્યાએ એવું હોય છે એમ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ખ્યાલ રાખજો. સાંભળનારો જુદો, ખ્યાલ નહીં રાખનારો જદો ને તમે જુદા પાછા. એટલે આ અમે કહ્યું કે ખ્યાલ રાખજો. કારણ કે અમે જાણીએ આગળનું, આને કહેનાર કોણ છે તે ! અને તમારે એ ભાંજગડમાં પડવું જ ના પડે. તમે તો આ દાદાના કહ્યા પ્રમાણે ચાલો. ચંદુભાઈને તમારે કહેવું “અમે' જોઈએ ને તમે દાદાના કહ્યા પ્રમાણે ચાલ્યા કરો. ‘તમે ખ્યાલ રાખજો' કહો, એના કરતાં ‘દાદાએ કહ્યું એવો ખ્યાલ રાખજો' કહીએ.
તમારે એ લોચા પડતું જ્ઞાન કાઢી નાખ્યું. પેલું તમે ચંદુભાઈને કહો કે ‘ખ્યાલ રાખજો'. એટલે પાછો કહે કે એ કહેનાર કોણ અહીંયાં ? એવો પ્રશ્ન ઊભો થાયને ?
પછી મહીં પૂછેને કે કોણ આ કહે છે ? તમે કહો, હું કહું છું. પણ હું કોણ ? એટલે આ દાદા કહે છે એમાં વાંધો નહીં. દાદાના નામથી કાઢી નાખો. દાદાની જવાબદારી પર છે. પણ દાદા પોતે જવાબદારી સમજીને પોતે છૂટું કરીને જ બોલે છે. ના સમજાયું તમને પૂરું ? મને લાગે છે મારા કહેવાનો ભાવાર્થ નથી પહોંચ્યો ?
દાદાશ્રી : પેલી તો રહેવાની જ. આપણે છૂટકો જ નહીં, કુદરત બેસાડે ત્યાં, આપણી ઇચ્છા ના હોય તોય.
પ્રશ્નકર્તા : એટલે ત્યાંથી ઊઠવાનો એ પુરુષાર્થ કરવાનો છે.
દાદાશ્રી : હા, આનંદ થવાનો હોય તો બેસાડે અગર દુઃખ થવાનું હોય તોય બેસાડે, વ્યવસ્થિતમાં. એટલે આપણે તો એ સીટને અડ્યું કે ત્યાં સમજી જવું, આ હોય મારી સીટ, કિંચિત્માત્ર અનુઇઝી ના હોય. ઇઝી ! હું શું કહેવા માંગુ છું તે વાત સમજાય છેને ?
પ્રશ્નકર્તા : સમજાયું, દાદા. દાદાશ્રી : ઠેઠ સુધી ? હસતાં નથીને તમે. સમજણ પડે એટલે હસે.