Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 236
________________ ૪૧૦ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી ! ૪૦૯ બારીની બહાર જોયા કરે, મુંબઈ દેખાયું.... તો ક્યારે પાર આવે ? આ લોકો શું કહે છે ? ભઈ, શું જુઓ છો ? ત્યારે કહે, ‘કંઈ દેખાય છે મુંબઈ, કંઈ તપાસ કરીને ?” “અલ્યા મૂઆ, સૂઈ જાને ! ગાંડો છે કે શું ?” બૈરી ય એમ કહે કે “આ મૂરખ છે. તમને ક્યાં પૈણી હું ?” એવું કોઈ કરતું હશે ? અરે, ઘણાં માણસો ગાડીમાં દોડધામ કરે. કેમ ? “જલદી પહોંચવું છે. અમારા ઓળખીતા બહુ માંદા છે. સવારમાં નીકળીને ત્યાંથી દવાખાનામાં જવાનું.” અલ્યા મૂઆ, અહીં ધકમક શું કરવા કરે છે, આમ દોડધામ દોડધામ ? વગર કામનો મૂઓ, ઊંઘતો નથી ને લોકોને ઊંધવા નહીં દેતો. અરે ભાઈ, ઊતરીને જજે. સહુથી પહેલો તું જજે, પણ નિરાંતે સૂઈ જાને અત્યારે. આ જ્ઞાનથી તો તમને બીજ થઈ ગઈ છે. હવે જેમ જેમ આજ્ઞામાં રહેશો તેમ પછી પૂનમ થશે. પ્રશ્નકર્તા : પૂનમ કરવા માટે ઉત્કંઠા તો જોઈએને કે જલદી થાય ! દાદાશ્રી : જલદીની વાત નથી. આપણે આજ્ઞા પાળ્યા કરવાની, બસ, આપણે વધારે પાળો, એનું પરિણામ પૂનમ આવશે. આ તો પાછી પૂનમેય રીસાય પછી કે ઓહોહો, જો મારા વગર એમને ગમતું નથી ! તારા વગર બધુય ગમે છે, તું સામી આવ, બા ! અમે તો આ ચાલ્યા, એ સામી આવશે. જે પદ સામા આવે, એની ઉત્કંઠા કેવી ? મોક્ષેય સામો આવી રહ્યો છે, ને બધું સારું આવી રહ્યું છે. આપણે તો આપણી મેળે દાદા કહે એ પ્રમાણે કર્યા કરવાનું, બસ, બીજી ભાંજગડમાં નહીં પડવાનું. આગળ જવા જાય તો બોજો વધી જાય પાછો. વળી પાછો એનો બોજો કોણ લે વગર કામનો ? પ્રશ્નકર્તા : કેમ દાદા, એના માટેની તીવ્રતા ન હોવી જોઈએ ? દાદાશ્રી : ના, તીવ્રતા તો આ પાંચ આજ્ઞામાં રહો તેની જ કરવાની છે. પેલી વસ્તુ જે કાર્ય છે, તેને માટે નથી કરવાની. કારણની તીવ્રતા કરવાની છે, કાર્ય તો ફળ છે. ફળની તીવ્રતા કરીને લોક કારણમાં કાચા પડી ગયા છે. કાર્ય મોટું કે કારણ મોટું ? પ્રશ્નકર્તા : કારણ મોટું, દાદા, પણ લક્ષ માટેની તીવ્રતા કહો. દાદાશ્રી : એ તો રહે જ. એ તો ઓછું પડે જ નહીં. આપણે અહીં ઘેરથી રસ્તા ઉપર જઈએ ને, તો નીચે જ દાદરા ઉતરીને જવાના છીએ એ વાત યાદ રાખવાની જરૂર નહીં. આપણે નજીકનું પગથિયું જોઈ જોઈને ચાલવું, એટલે નહીં પડીએ. બાકી નીચે જ પહોંચવાના છીએ. મોક્ષ માટે બાકી કેટલું ? પ્રશ્નકર્તા : મોક્ષ આ ભવમાં તો મળવાનો નથી, તો મોક્ષ માટે કેટલા ભવ લેવા પડે ? દાદાશ્રી : એ તો જેટલી આજ્ઞા પાળેને, સિત્તેર ટકા જો પાળે તો તે એક અવતારમાં જ મોક્ષે જાય. એટલે વધારેમાં વધારે ચાર ને ઓછામાં ઓછો એક. પણ પછી જરાય આજ્ઞા ના પાળે તો દોઢસોય થાય. પ્રશ્નકર્તા : આપ કહો છો કે જ્ઞાન લીધા પછી કોઈને કર્મ ચાર્જ થતું જ નથી, બધું ડિસ્ચાર્જ જ થયા કરે છે. તો બધા એક જ અવતારમાં મોક્ષે જવા જોઈએને ? દાદાશ્રી : અમારી જે આજ્ઞા પાળે છેને, એટલો કર્તાભાવ રહે છે. એટલે એને લઈને એક કે બે અવતાર થાય. જેવી આજ્ઞા પાળે એના પર એકાદ અવતાર વધતા-ઓછો થાય. વધારેમાં વધારે ત્રણ-ચાર લાગે, પણ છતાંય જે માણસ બહુ ધ્યાન ના રાખે, મારી જોડે બહુ ટચમાં ના આવે તો એને બહુ ત્યારે પંદર થાય, કોઈને સો-બસ્સોય થઈ જાય. પણ કંઈક લાભ થશે એને. મને મળ્યો છેને, અહીં અડી ગયો છે, એને લાભ થયા વગર રહેવાનો નથી. જન્મો બહુ ઓછાં થઈ જશે. પણ મને જેટલો વધારે ભેગો થાય અને બધા ખુલાસા કરી લે, હું એમ નથી કહેતો કે આખો દા'ડો પડી રહે. પાંચ મિનિટ આવીને ખુલાસા કરી જા તું. તને શું અડચણ આવે છે ? ભૂલચૂક થતી હોય તો અમે તમને બીજી કુંચીઓ આપી દઈએ ને ભૂલચૂક સુધારી દઈએ. કારણ કે કલાકની જ્ઞાનવિધિથી ફન્ડામેન્ટલ મળે છે. પછી વિગત મેળવી લેવી જોઈએને ! એક ડૉક્ટર થવું હોય તેને માટે

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251