________________
એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી !
૪૧૯
આવતા ભવે આ “જ્ઞાત' રહેશે ? પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધેલું આવતા જન્મે રહેશે કે ફરી ?
દાદાશ્રી : રહેશે. કોઈ જ્ઞાન જતું ના રહે. આ જ્ઞાનય જતું ના રહે અને બીજું કંઈ જ્ઞાન લઈ આવો તેય જતું ના રહે. જ્ઞાન રહેવાનું જ બધે, જ્યાં જાવ ત્યાં.
પ્રશ્નકર્તા: હજુ એક કે બે ભવ બાકી રહ્યા છે, એમાં આ આત્માનું જ્ઞાન રહેશે ?
દાદાશ્રી : બીજું જ્ઞાન તો અત્યારે ભૂલી ગયા છોને, તે જોડે આવવાનું નથી, જે જ્ઞાનમાં છો તે જ જ્ઞાન જોડે આવવાનું. જે સ્ટાર્ડમાં છો એ જ સ્ટાન્ડર્ડ તમારે ત્યાં ચાલુ થઈ જવાનું. એટલે આ જ બધું રહેશે. આજે અહીં છીએ અને કાલે છીએ એ બેમાં ફેર નહીં જરાય. ફક્ત આ શરીર બદલાય એટલું જ. બીજી સ્થિતિ તેમની તેમ જ, અને હમણે ચોરબદમાશ હોય, તેનેય છે તે જે અહીં છેને તે ત્યાં આગળ બધું એમ ને એમ જ ! એટલે ત્યાં કશું કોઈ લઈ ના લે. આ જ્ઞાન હાજર રહે. ત્યારે તો મોક્ષે જવાય ને ! નહીં તો મોક્ષે કેમ જવાય ? અને ભૂતકાળ નથી તમને યાદ રહેતો, એ તો બહુ ઊંચામાં ઊંચું ! અને ભવિષ્યકાળ છે તે વ્યવસ્થિતના તાબામાં છે. એટલે તમારે વર્તમાનકાળમાં રહેવું.
પ્રશ્નકર્તા : દાદા, જે અત્યારે સમક્તિ આપો છો, જ્ઞાન આપો છો, તે ઠેઠ મોક્ષે જતાં સુધીનું કાયમ રહેવાનું આ ?
દાદાશ્રી : આ મોક્ષ થઈ જ ગયો, હવે બીજો લેવાનો જ ક્યાં રહ્યો ? અજ્ઞાનથી મુક્તિ પહેલી થાય. પછી કર્મો પૂરાં થઈ રહે, એટલે બીજી મુક્તિ.
પ્રશ્નકર્તા: પણ બીજે ભવે જ્ઞાન લેવું પડે ?
દાદાશ્રી : ના, એ તો આ જ્ઞાન તો જોડે ને જોડે જ હોય. આ જ્ઞાન જે પ્રાપ્ત થયું છેને, તેનું તે જ જ્ઞાન જોડે ને જોડે આવે.
૪૨૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થયું એ જ પરિણામ તમને તીર્થંકર પાસે બેસાડશે. સ્વભાવ બદલાયા પછી અહીં કોની જોડે રહેવા દે ? માબાપ ક્યાંથી લાવે ? તીર્થંકર જન્મે તો તે રાજાને ઘેર જન્મે, સારે ઘેર. પણ ભાઈબંધો તો, આજુબાજુમાં પટેલ-વાણિયા હોય તે જ ભાઈબંધ હોયને ? ના. તે પહેલાં દેવલોકો ઉતરી ગયા હોય. એ દેવલોકો મનુષ્ય રૂપમાં આવીને એમની જોડે રમે. નહીં તો પેલા સંસ્કાર ખોટા પડી જાય. એટલે બધું સંજોગો પ્રમાણે મળી આવે. તમારી તૈયારી હોય તો બધા સંજોગો તૈયાર છે. તમે વાંકા તો બધા વાંકા. તમે સીધા થયા તો દુષમકાળ નડતો નથી. તમને જ્ઞાની પુરુષ મળ્યા, આવું જ્ઞાન મળ્યું. ભલેને આવાં સાત દુષમકાળ હોય, આપણને શું વાંધો ? આપણે આપણા જ્ઞાનમાં હોઈએ. આર્તધ્યાન-રૌદ્રધ્યાન થતું નથી. કોઈનું ખરાબ થાય એવા ભાવ ઉત્પન્ન થાય નહીં ક્યારેય.
એટલે ધર્મધ્યાનનું ફળ એક અવતાર થાય પાછો. કોઈને બે થાય, કોઈને એક થાય અને કોઈને આ જ્ઞાન મળવાથી, લાંબુંયે લંબાય પણ એ છૂટકારો છે એ નક્કી. કારણ કે કર્મ બંધાતાં અટકી ગયા.
પ્રશ્નકર્તા : વચ્ચે અમુક અવતારો પછી જો છૂટકારો થવાનો હોય, તો પછી આગલા અવતારોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહે છે ?
દાદાશ્રી : સ્થિતિ તો, અહીં ૯૯ સુધી પહોંચ્યા હોય, તો ૯૯થી ફરી તમારે ચાલુ થાય. આ ભાઈને ૮૧ સુધી હોય તો ૮૧થી ચાલુ થાય.
પ્રશ્નકર્તા : એટલે આવતાં અવતારમાં પણ કર્મ ના બંધાય, એ સ્થિતિ ચાલુ જ રહે.
દાદાશ્રી : બધી સ્થિતિ ચાલુ રહે. જે જ્ઞાન તમે લઈને આવ્યાને, તે તો અહીં છેલ્લી સ્થિતિ વખતે, મરણ સ્થિતિ વખતે હાજર રહેવાનું અને પછી આવતે ભવ ત્યાં હાજર રહેવાનું.
પ્રશ્નકર્તા: હવે બીજો ભવ કરે, તે વખતે આ જ્ઞાન કંઈ યાદ આવી જાય આપણને ?