Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 247
________________ અક્રમ વિજ્ઞાનની બલિહારી ૪૩૧ ૪૩૨ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) એટલે પછી ગૂંચવાયેલો રહેતો હોય ને ! પરિગ્રહ ઓછો હોય, તે છૂટાં થઈ જાય. અક્રમનો લાભ તો પૂરો મળ્યો ક્યારે કહેવાય કે ગમે એટલાં પરિગ્રહોનું રાજ હોય તોય પણ આય ચાલે ને તેય ચાલે ત્યારે. એની વાત જુદી. પણ તે તો પાછાં જાતજાતના મહીં ઊંધા સ્વભાવ ભર્યા હોયને લોભના ને કપટના ને એ બધાં. એ લોચા વાળને બધાં. જેનું હાર્ટ ઑર હોય તેની વાત જુદી ! આ પ્યૉરિટીને લીધે ફાવે ને ! તું જ એવો થઈ જાને પ્યૉર આ ભવમાં. આપણા દોષ આપણને દેખાય, કોઈને કહેવું જ ન પડે ત્યાં સુધી પહોંચ્યા તો બહુ છે. હવે દોષ મોડા દેખાય તો ય વાંધો નહીં પણ એ તો પોતાને દેખાય. કો'કને કાઢવા પડે તેના કરતાં પોતાને દેખાય, એના જેવું તો એકે ય નહીં ને, સ્વતંત્ર ! પ્રશ્નકર્તા : સ્વતંત્ર એટલે એમાં પણ જાગૃતિની જ વાત આવે ને, દાદાજી ? દાદાશ્રી : બધું જાગૃતિ જ છે. જાગૃતિ ન હતી તેને લઈને તો આ લોકો આવા હતા. જાગૃતિ એકદમ વધી ગઈ. જ્ઞાન લીધા પછી એક દહાડામાં ફેરફાર થઈ ગયો. પ્રશ્નકર્તા : ચરણવિધિ કરીએ છીએ, એ જાગૃતિ માટે હોય છે ? દાદાશ્રી : જાગૃતિ વધે એનાથી. દહાડે દહાડે જાગૃતિ વધતી જાય. આવરણ તૂટતું જાય અને જાગૃતિ વધતી જાય. ભૂલ તો દેખાડે ત્યારે ખબર પડે છેને ? પ્રશ્નકર્તા : કેટલીક પોતાને ખબર પડે. દાદાશ્રી : હા, પણ તને ના ખબર પડતી હોય ત્યારે અમારે દેખાડવી પડેને? એ દેખાડવાની ના રહે ત્યારે વહેલા-મોડાં પણ પોતાને જ દેખાય એટલી પ્રગતિ માંડવાની છે. જ્ઞાતતો અપચો ક્યારે ? પ્રશ્નકર્તા: તો પછી આત્માની અનુભૂતિના આંતરિક અનુભવ કેવા થવા જોઈએ ? દાદાશ્રી : આ તો આંતરિક અનુભવ નહીં, આત્મારૂપ જ થઈ જાય. નિરંતર આત્મા થાય. એક ક્ષણવાર બાકી ના હોય, એવું આ બધાંને નિરંતર રહે. આત્માનો અનુભવ તો આપણને આવીને થોડીવાર પછી જતો રહે, એ અનુભૂતિ કહેવાય. જેમ સાકર ખાધી ને પછી પાછું મોટું ગળ્યું ના હોય. ખાધી તેટલો વખત ગળ્યું લાગે. પણ એટલો અનુભવ થઈ ગયો કે ભઈ, સાકર ગળી હોય છે એવું. અને આ તો નિરંતર અનુભૂતિ રહ્યા જ કરે. આ બધાંને નિરંતર જ રહ્યા કરે. એટલે અનુભૂતિના સ્ટેશનો પૂછવાની જરૂર નહીંને અહીં આગળ. નિરંતર રહે પછી સ્ટેશન શેનું પૂછવાનું ?! તે તમને એવું થઈ જાય એવું કરી લો. કાચા પડો તે ના ચાલે એ તો. પ્રશ્નકર્તા : મારે એ પૂછવું હતું કે જ્ઞાનનો અપચો થાય કે નહીં ? દાદાશ્રી : એ તો અમુક ઊંમરના માણસોને થાય. કારણ કે જ્ઞાન પૂરું સમજ્યા નહીં એટલે પછી પાચન થાય નહીં. એટલે આખું જ્ઞાન પૂરેપૂરું સમજવું જોઈએને ! અહીં રોજ સત્સંગમાં આવેને, તેને વાંધો ના આવે પણ આ તો અહીં સત્સંગમાં ના આવે, તેને અર્જીણ થઈ જાય ને પછી ઊંધા રસ્તે ચાલ્યું જાય. અક્રમમાં પડવાનો ભય ? પ્રશ્નકર્તા: હવે દાદા, ક્રમિકની અંદર ઉપર ચઢતો ચઢતો અગિયારમેથી નીચે પડે તો અક્રમની અંદર ઉપર ચઢત્યા પછી પડવાનો ભય ખરો ? દાદાશ્રી : ના. પણ આનો પડવાનો ભય જ નહીંને ! આ તો આજ્ઞામાં રહે તો પછી પાડનાર કોણ ? આજ્ઞા ચૂકે તો પડ્યો. નહીં તો અહીં પડવા જેવું નથી. અહીં તો આગળ વધે નહીં એટલું જ. અહીં પડવાનું સ્થાન જ નથી. ક્રમિક માર્ગમાં એ છે તે મોહને ઉપશમ કરતો કરતો આગળ ગયો હોય, ક્ષય કર્યા વગર, તે ત્યાં બધાં ઉપશાંત પરિણામ થઈ ગયેલાં હોયને, તે ભગવાન થઈ જાય. અને લોક ભગવાન જેવો માને. પછી મનમાં એમ

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251