Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 244
________________ એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી ! ૪૨૫ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ઉતાવળ કરે. મારે તો મોક્ષ થયેલો જ છે. હવે મારી ઇચ્છા છે કે લોકોનું કલ્યાણ થાવ. એ પછી નિરાંતે જઈશું. પ્રશ્નકર્તા : અમને મોકલીને ! દાદાશ્રી : હા, બધા જાય તો સારું, એવી મારી ઇચ્છા ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર અને મોક્ષ, હવે આપે એમ કહ્યું કે મોક્ષમાં તમને પહેલા મોકલશું. અમે પછી જઈશું. દાદાશ્રી : હા, પછી આવીશું. પ્રશ્નકર્તા : એ લઘુતમ ભાવ છે આપનો ? દાદાશ્રી : ના, લઘુતમ ભાવ નથી. અમારું કામ બાકી છે વધારે. પ્રશ્નકર્તા : કેટલા વખત કરશો એ કામ ? દાદાશ્રી : ના, એ વાંધો નથી. મારે જે રીતે જવાનું છેને, એ સ્ટેશનને આવતાં વાર લાગે એવું છે. પ્રશ્નકર્તા : એટલે અમને વહેલા મોકલશો ? દાદાશ્રી : આમાં કેટલાંક છે તે રહેશે, મારી જોડે આવશે. એવું કંઈ ખોળવા જેવું નહીં, એની મેળે શું બને છે એ જોયા કરો ! પ્રશ્નકર્તા : પણ એવી શંકા કરવાની જરૂરત નથી. દાદાશ્રી : શંકા કરવાની જરૂર નથી. આ તો કહેવું પડે. એટલે પેલો બેફામ ના થઈ જાય, કે અમને કશું નડવાનું નથી હવે. ચેતતા તો રહેવું પડેને ! વખતે કર્મ પાછલું એવું હોય તે પાડે, તોય પાછું આ જ્ઞાન જ તેને ઊંચે લાવે. આ જ્ઞાન તો ડૂબેલાને તારે એવું આ જ્ઞાન છે. બતી વસ્તુને તારે. અને અનુભવ થયા પછી પેલી વાત તો સમજાયને ! વિઝા મળ્યા, ટિક્ટિ બાકી ! પ્રશ્નકર્તા : દાદા, મહાવિદેહ ક્ષેત્રમાં જઈશું ત્યારે તીર્થકરને તો આંખે દેખીશેને ? દાદાશ્રી : હા, દેખવાનાં. એમની સામે જ બેસવાનું. આંખે દેખીને એમના સામે જ બેસવાનું. એમના દર્શન કરવા હારુ જ, એ ઉદેશથી જ ત્યાં જવાનું. મારી પાસે એ દર્શન રહ્યા નથી. હજુ કાચા છે, આ દર્શન. એટલું ફળ, સંપૂર્ણ ના મળે, પેલાં તો પૂર્ણ દર્શન કહેવાય. ટિકિટ કઢાવી ? વિઝા કઢાવ્યો મહાવિદેહનો ? આપણા જ્ઞાનને સિન્સિયર રહેવું, એનું નામ વિઝા. પ્રશ્નકર્તા અને ટિકિટ આવે એટલે ? દાદાશ્રી : ટિકિટ આવે તો એની વાત જ જુદી છે. તમારી દશા તદન મારા જેવી દશા આવીને ઊભી રહે. કારણ કે પછી ડખલ કરનારો કોઈ રહે નહીં. જે મોટું થોડો વખત બગડી જાય છે, મોંઢા ઉપર આનંદ જતો રહે છે કોઈ વખત, એ તમારી પતંગને પેલો કાટ કરે છે ને એટલે. છતાં પતંગનો દોરો તમારા હાથમાં છે. મારી પતંગને તો કાટ કરનારું જ કોઈ નહીંને ! એટલે તમારે એવું થશે એટલે થઈ રહ્યું, ટિકિટ આવી ગઈ. આ વિઝા તો આવી ગયા, વિઝા મળ્યા ! પાછા ફરાય, મહાવિદેહથી ? પ્રશ્નકર્તા ઃ દાદા, એક વખત આપણે મહાવિદેહ ક્ષેત્રમાં હલકા પરમાણુઓ થઈ જાય અને ત્યાં જતાં રહીએ, પછી પાછા પડવાનું તો ના થાયને ? દાદાશ્રી : એને તો પડવું હોય તો ગમે ત્યાં પડે, પોતાની ઇચ્છા ના હોય તો બીજો કોઈ નહીં પાડે. આ બીજાં પાડતાં હશે તેય નહીં પાડે તમને. પોતાની ઇચ્છા હોય તો બીજા બધા પાડે. તમારી પોતાની ઇચ્છા હોય તો ગમે ત્યારે, રાતે કૂવામાં જઈનેય પડે. એને શું કહેવાય ?

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251