Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 242
________________ ૪૨૨ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી ! ૪૨૧ દાદાશ્રી : એ તો નિમિત્ત બધું ભેગું થાય. નિમિત્ત વગર તો ના થાય. નિમિત્ત મળે પણ તે જ્ઞાનનું નિમિત્ત નહીં. એ તો અવળું નિમિત્તેય મળે. અવળું નિમિત્ત મળે, તો જ્ઞાન હાજર થઈ જાય. કો'ક અવળું કરનારું, હેરાન કરનારું મળે છે, એટલે આપણે વિચારમાં પડીએ, વિચારોમાં પેલું જ્ઞાનનું લાઈટ થઈ જાય. અગર તો કોઈ સાધુ મહારાજ પાસે વાત સાંભળવા ગયા, ત્યાં મહારાજ વાત કરતા હોય તો મનમાં એમ વિચાર આવે કે આવું ના હોય, આમ હોય, એ છે તે જ્ઞાન હાજર થઈ જાય, ને લાઈટ થઈ જાય. એટલે નિમિત્ત મળીને પછી હાજર થઈ જાય. પ્રશ્નકર્તા : એ જે બાકી એક-બે જન્મો રહ્યા, એની અંદર આ જાગૃતિ ને આ માર્ગદર્શન... દાદાશ્રી : એ તો જોડે રહેવાનું બધું. આ જાગૃતિ, આ જ્ઞાન બધું અહીંથી જેવું છૂટું ને એવું જ ત્યાં હાજર થઈ જશે. નાની ઉંમરમાંથી જ લોકને અજાયબી થાય એવું થશે. તેથી કૃપાળુદેવને, એમની નાની ઉમરમાં છે તે આ લખી શકતા'તા ને બધું. જો જ્ઞાન હાજર ના થતું હોય તો નાની ઉંમરમાં કરી શકે નહીં. પ્રશ્નકર્તા : અત્યારે આ અવતારમાં અક્રમ મળ્યું છે અને પછીના અવતારમાં પછી કમિકમાં જવું પડશે કે અક્રમ જ રહેશે ? દાદાશ્રી : પછી રહ્યું જ નહીંને ! આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે થઈ રહ્યું, ખલાસ ! પછી ગમે તે, બધું નિકાલી છે. અક્રમ મળો કે ક્રમ મળો, એને આપણે લેવા-દેવા નથી. આપણું આ જ્ઞાન હાજર ને હાજર રહેશે ઠેઠ એક-બે અવતાર સુધી. પ્રશ્નકર્તા : દાદા, આ ભવમાં તો તમારું જ્ઞાન મળ્યું અને આજ્ઞા પણ મળી, તો હવે આવતા ભવમાં એ આજ્ઞા આપશે કોઈ કે આપણે લઈને જ જઈશું કે શું થશે ? પૂરતી તમારે પાળવી પડશે. સારી રીતે પાળશો તો આવતા ભવમાં તમારે વણાઈ ગયેલી હશે. એ તમારું જીવન જ આજ્ઞાપૂર્વક હશે ! પ્રશ્નકર્તા: તે બીજા અવતારે પણ અત્યારની ફાઈલો પાછી સાથે આવશે ? દાદાશ્રી : ફાઈલો જોડે ફરી કકળાટ કર્યો હશે તો જોડે આવશે, નહીં કર્યો હોય તો નહીં આવે. જવાશે મહાવિદેહ ક્ષેત્રે ! જેને અહીં લક્ષ બેઠું શુદ્ધાત્માનું, તે અહીં આગળ આ ભરત ક્ષેત્રે રહી શકે જ નહીં, તે સહેજેય મહાવિદેહમાં ખેંચાઈ જાય એવો નિયમ છે. અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. શુદ્ધાત્માનું લક્ષ નથી, તે તો બધા અહીં છે જ. પણ જેને લક્ષ બેઠુંને, તે મહાવિદેહમાં એક અવતાર કે બે અવતાર કરી તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય એવો સહેલો-સરળ માર્ગ છે આ ! પ્રશ્નકર્તા : આપણે મહાવિદેહ ક્ષેત્રની અંદર જો જન્મ લેવો છે, તો એ મળી શકે ખરો ? દાદાશ્રી : હા, કેમ ના મળે ? બધા ફોર્થવાળાને જ ફીફથમાં બેસાડેને ? પાસ થાય તેને. એવી રીતે એક અવતાર અહીંથી ક્ષેત્ર સ્વભાવ લઈ જાય છે માણસને. એટલે ચોથા આરાને લાયક સ્વભાવ થાય તે ચોથો આરો જ્યાં ચાલતો હોય, ત્યાં એ ક્ષેત્ર એને ખેંચી લે અને ચોથા આરામાં પાંચમા આરાને લાયક જીવો હોય, તેને આ પાંચમો આરો ત્યાંથી ખેંચી લે. એટલે તમારે સીમંધર સ્વામી પાસે બેસવાનું અને ત્યાં આગળ તમને આ પ્રાપ્તિ થઈ જશે. એ છેલ્લાં દર્શન થાય. અમારાથી ઊંચાં દર્શન એ. અમે ત્રણસો છપ્પન ડિગ્રીએ, એમની ત્રણસો સાઈઠ ડિગ્રી, એટલે ત્યાં એ દર્શન થશે. એ દર્શનની જ જરૂર છે હવે, એટલે બધું આવી ગયું. એ દર્શન થાય એટલે મોક્ષ થાય. જાહોજલાલી પાંચ આજ્ઞા થકી ! અને બધી પુણ્ય એવી બંધાશે કે ત્યાં મહેનત નહીં કરવી પડે. ત્યાં દાદાશ્રી : આ આજ્ઞા આ ભવ પૂરતી જ છે. પછી આગળ આજ્ઞા તમારા જીવનમાં વણાઈ ગયેલી હશે, તમારે પાળવી નહીં પડે. આ ભવ

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251