Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 239
________________ એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી ! ૪૧૫ ૪૧૬ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : અમે શાન લીધું છે, તો અમારે મૃત્યુ સમયે શું કરવું જોઈએ ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. આપણી અંદર શું ચાલી રહ્યું છે, તેને જોયા જ કરવાનું. એ ના રહેવાય તો દાદાની પાંચ આજ્ઞામાં રહેવું. રિલેટિવ-રિયલ જોયા કરવું. અંત સમય સાચવશે દાદા ! પ્રશ્નકર્તા : મહાત્માને ક્યારે મૃત્યુ થવાનું છે એ ખબર પડે ખરી ? જો બધી જ આશા પાળતો હોય આપની અને જ્ઞાતા-દ્રા તરીકે રહેતો હોય, તો એને અંત સમય આવ્યો છે એવી ખબર પડે ખરી ?! દાદાશ્રી : ખબર પડે, ના પડે તોય વાંધો નથી. પણ ત્યાં આગળ દાદા સાચવશે ઠેઠ સુધી. એટલે ચિંતા કરશો નહીં. આટલું કરનારને દાદા બધી રીતે સાચવી લેશે. પ્રશ્નકર્તા ઃ તે સમયે કોઈ અનુભવ થાય ? દાદાશ્રી : અનુભવ થઈ જાયને ! આત્મામાં જ હશે તે ઘડીએ. છેલ્લો એક કલાક આત્મામાં જ હોય, બહાર નીકળે જ નહીં. કારણ કે બહાર ભયજનક વાતાવરણ લાગે. દે કોઈ ? એ તો બધાને ખસેડીને, એને જવા ના દેતાં હોય તોય જતો રહેને ? અરે, બધાને ધક્કા મારીને જતો રહે. બધી મમતા છોડી દેવાની શરતે મને જીવતો રાખો. તે મરતી વખતે આવાં ખેલ થાય છે ! આપણાં જ્ઞાનવાળાને, તે મહીં આત્મામાં પેસી જાય છેને, પછી આપણે કહીએ, ‘બહાર નીકળો ને !' ત્યારે કહે, “ના, બા. મારે હવે કશું જોઈતું નથી.’ એને સમાધિ મરણ કહેવામાં આવે છે. બહાર શરીરમાં ઉંઉં... થતું હોય અને મહીં પોતાને સમાધિ હોય. છેલ્લી ઘડીએ આટલો બધો આજ્ઞામાં રહે છે. એટલે કોઈએ ચિંતા નહીં કરવાની. પ્રશ્નકર્તા : મરતી વખતે દાદા હાજર રહેશે ? દાદાશ્રી : હા. હાજર તો, ખરેખરા હાજર રહેશે. આડે દહાડે હાજર રહેતા હોય તો મરતી વખતે ના રહે ? આડે દહાડે હાજર રહે છેને ? આખો દહાડો રહે છે ! થયું ત્યારે જો આખો દહાડો રહે છે એવું કહે છે ને ! થશે સમાધિ મરણ ! મરણ વખતે આત્માની ગુફામાં જ પેસી જાય તદન, બહાર રહે જ નહીં, ઊભો જ ના રહે ! એ એનો મુખ્ય ગુણ છે આ. બહુ મુશ્કેલી ચોગરદમની હોયને, ત્યારે ગુફામાં પેસી જાય. એ મોટામાં મોટો ગુણ છે. અને પેલા બીજા બધાને, શાન ના હોય તેને તો ગુફા હોય જ નહીં, તો પછી પેસવું શી રીતે તે ?! ચંદુભાઈથી જુદા રહેવું જોઈએ આપણે. ચંદુભાઈ જુદા ને આપણે જુદા. આ તો સ્થિર રાખે એવું છે આપણું વિજ્ઞાન. બહુ મુશ્કેલી આવેને, ત્યારે ગુફામાં પેસી જાય એ. પ્રશ્નકર્તા : પણ દાદા, દરેકને પોતપોતાના ભયની લિમિટ હોયને ! કોઈ થોડા ભયમાં પેસી જાય અને કોઈ વધારે ભયમાં પેસી જાય. દાદાશ્રી : હા, એ તો સહુ સહુની પોતાની લિમિટ છે, પણ સરવાળે સ્વભાવ તો, છેવટે પોતાની ગુફામાં પેસી જવાનો જ સ્વભાવ. મને કહે છે કે દાદા, મરતી વખતે સમાધિ મરણ થશે ? મેં કહ્યું, અત્યારે સમાધિ પ્રશ્નકર્તા : દાદાને ભજવામાં જે દેહે સાથ આપ્યો છે અને આપે છે, તે અંતિમ સમયે દેહ છોડતાં છેલ્લી ઘડીએ દાદા હાજર રહે તેવો ભાવ કરું છું, પ્રભુ મને એવું આપજો. - દાદાશ્રી : સ્ટીમર ડૂબવાની હોય ત્યારે એ સ્ટીમરની મમતા છોડી દે કે ના છોડી દે ? સ્ટીમર ડબતી હોય અને એક બાજુ કહે છે, “ચાલો પેસેન્જરો, આમાં હોડીઓમાં ઊતરી જાવ. કશું લેશો નહીં. હાથમાં વજન લેશો નહીં.’ તે મમતા છોડી દે ! ના છોડે ? એ સ્ટીમરમાં બેસી રહે પછી ? અને પછી ‘દરેક ઘરનાં બે માણસ લેવાના છે.” એટલે એનાં બાબાને જવા દે કે એ ડોસો પોતે જાય ? ના જવા દે. આ બીજાને જવા

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251