Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 230
________________ શુક્લધ્યાન ૩૯૭ ૩૯૮ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) જતું, રૌદ્રધ્યાનમાં પણ જતું નથી. હવે ધર્મધ્યાનમાં કેટલું જાય કે તમને કહ્યું હોય કે આ પ્રતિક્રમણ કરજો, એ ધર્મધ્યાનમાં જાય. હવે તમે આત્મા તો થઈ ગયા. અંદરનું કામ તો પૂરું થઈ ગયું. હવે બહારનું કામ આ અક્રમ છે ને એટલે બહારનું કામ રહ્યું છે. જ્ઞાત પછી તહિ આર્ત-રૌદ્રધ્યાત રે ! પ્રશ્નકર્તા એટલે કોઈ વખત આર્તધ્યાન થાય છે, ને આર્તધ્યાન જે છે એ પોતે પોતાને માફ નથી કરતો અને અંદર બળે છે, એ આર્તધ્યાન થયુંને ? દાદાશ્રી : આર્તધ્યાન થાય તો નહીં. આપણું જ્ઞાન આપ્યા પછી આર્તધ્યાન થતું જ નથી અને જે એને પોતાને લાગે છે કે આ આર્તધ્યાન છે, એ આર્તધ્યાન નથી પણ એ સફોકેશન છે. આર્તધ્યાનમાં ‘હું ચંદુભાઈ છું’ એ ડિસિઝન હોવું જોઈએ. હવે આપણે “હું ચંદુભાઈ નથી” એવું ડિસિઝન આવી ગયું છે. ‘હું શુદ્ધાત્મા છું” એ ડિસિઝન આવ્યા પછી આત્મધ્યાન જ હોય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન હોઈ શકે નહીં. કારણ કે પોતે આત્મા થયો એટલે પોતે આત્મધ્યાનમાં હોય. આર્તધ્યાન થાય ક્યારે કે પોતે ચંદુલાલ થાય તો ! હવે એને સફીકેશન થાય, ગૂંગળામણ થાય એટલે કંઈક થાય છે. એવું લાગે એટલે એ જાણે કે પહેલાનું આર્તધ્યાન છે. એ પોતે પોતાના દુ:ખમાં ગૂંચાવું, એનું નામ આર્તધ્યાન અને પારકાના માટે દુ:ખ ઊભું કરવું, બીજાનો દોષ જોવો એ રૌદ્રધ્યાન. એ બેઉ બંધ હોય તો જ મોક્ષ થાય. એ તો અત્યારે આચાર્યોને તમે પૂછો કે સાહેબ, રૌદ્રધ્યાન ને આર્તધ્યાન નથી થતું તો ?! ત્યારે કહે, તો મોક્ષ જ થઈ જવાનો. એ લોકો ય સમજે સારી રીતે. ત્યારે કહીએ, ધર્મધ્યાન નડશે નહીં ? ત્યારે કહે, “ના, ધર્મધ્યાને ને શુક્લધ્યાન નડે નહીં !” અહંકાર ખલાસ થાય ત્યારે જ શુક્લધ્યાન કહેવાય ! તમારે અહંકાર જ ખલાસ થઈ ગયો અને તેથી શુક્લધ્યાન કહેવાયને ! ત્યારે એ છેલ્લો અવતાર ! પ્રશ્નકર્તા : ધર્મધ્યાનથી શું થાય ? પુણ્ય બંધાય ? દાદાશ્રી : ધર્મધ્યાન બે પ્રકારનાં. અહંકારે કરેલું ધર્મધ્યાન, તેનાથી ભૌતિક સુખો મળે. અને મોક્ષના માર્ગે જતાં બીજા સંજોગોય મળી આવે, સત્સંગ મળી આવે એ ધર્મધ્યાનનું ફળ, પણ અહંકારે કરીને. અને આપણે જે ધર્મધ્યાન કહીએ છીએ, એ તો નિર્અહંકારી ધ્યાન છે. નિર્અહંકારી ધર્મધ્યાન એક અવતારી બનાવે. એક જ અવતાર બાકી રહે, પછી મોક્ષ થાય. અહીંથી સીધો મોક્ષે ન જાય. કારણ કે ધર્મધ્યાન છે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. એકલું શુક્લધ્યાન થાય ત્યારે મોક્ષ થાય. આ તો શુક્લધ્યાન ને ધર્મધ્યાન બને છે. કારણ કે અમે જે આજ્ઞા આપી છે પાંચ, એ આજ્ઞા એ જ ધર્મધ્યાન છે અને એ ધર્મધ્યાન હોય ત્યાં સુધી મોક્ષે ના જાય. પણ એક અવતાર થયા પછી મોક્ષે જાય. જ્ઞાતી એ જ મારો આત્મા ! પ્રશ્નકર્તા : દાદાનાં વિચાર કરીએ, ‘દાદા, દાદા’ કરીએ એ કયું ધ્યાન કહેવાય ? દાદાશ્રી : ‘દાદા, દાદા’ કરીએ, એ તો પોતાનું આત્મધ્યાન કહેવાય. પોતે પોતાનું ધ્યાન કહેવાય. જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે એવું કૃપાળુદેવે કહ્યું છેને ?! એટલે જ્ઞાની પુરુષનું ધ્યાન કરીએ, તે પોતાના આત્માનું ધ્યાન કર્યા બરાબર છે. અધ્યાત્મની ચાર ચોકડીઓ ! ભગવાને કહ્યું કે ચાર ગતિ, ચાર ધ્યાન, ચાર ઉપયોગ. હવે ત્રણ મુખ્ય વસ્તુ. ચાર ધ્યાન – રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન ને શક્લધ્યાન, ચાર ગતિ – નર્કગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ ને દેવગતિ. હવે ચાર ઉપયોગ – અશુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. આ ત્રણે એક જ વસ્તુ છે બધી. ફક્ત પેલું જે છે શુક્લધ્યાન,

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251