________________
[૮]
શુક્લધ્યાત અક્રમ માર્ગે શુક્લ ધ્યાત !
તમને એમ પૂછવામાં આવે, કે ખરેખર તમે ચંદુભાઈ છો કે તમે શુદ્ધાત્મા છો ? તો તમે શું કહો
પ્રશ્નકર્તા : આમ તો શુદ્ધાત્મા છીએ, પણ વ્યવહારની અંદર
ચંદુભાઈ.
દાદાશ્રી : હા, રિયલી તમે શુદ્ધાત્મા છોને ?
પ્રશ્નકર્તા : હા, ચોક્કસ.
દાદાશ્રી : તો તમે ખરેખર શુદ્ધાત્મા છો એટલે તમારા લક્ષમાં શું રહે ? તમારા ધ્યાનમાં શું રહે ? ‘હું શુદ્ધાત્મા છું' એવું ધ્યાનમાં રહે છે કે નથી રહેતું ?
પ્રશ્નકર્તા : હા, એ જ ધ્યાનમાં રહે, બરાબર.
દાદાશ્રી : એ તમારા ધ્યાનમાં રહે છે એ શુક્લધ્યાન છે. હવે શુક્લધ્યાન તમને ઊભું થયું. ‘હું શુદ્ધાત્મા છું’ એ ધ્યાન જેને રહે, તેને ભગવાને કહ્યું કે શુધ્યાન કહેવાય. કારણ કે ‘શુદ્ધાત્મા છું’ એ ધ્યાન ચૂકાય નહીં, ભૂલી ના જવાય, એ લક્ષમાં જ રહ્યા કરે કે ‘હું શુદ્ધાત્મા છું.
૩૯૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એ ભૂલવા માગીએ તો ય નથી ભૂલાતું.
દાદાશ્રી : ના ભૂલાય. એ તો આમ સંસાર વ્યવહારમાં ય ‘હું ચંદુલાલ છું’ એવું જાણતાં હોયને, તે ઘણાંય લોકો પોતાનું એ ભૂલવા માંગે પણ એ ભૂલાય ? એ તો રીતસર જ્ઞાનીના આધારે એના તાર કપાઈ જવા જોઈએ. સૂક્ષ્મ તાર, શ્રદ્ધાના તારો બેઠેલાં હોય છે. એ તાર તૂટી જવા જોઈએ. ઊંધી શ્રદ્ધા, રોંગ બિલિફો તૂટે અને રાઈટ બિલિફ બેસે તો કામ લાગે.
રાઈટ બિલિફને સમ્યક્ દર્શન કહ્યું અને ઊંધી બિલીફને મિથ્યાત્વ કહ્યું. એટલે આ દેહાધ્યાસ કોને કહેવાય કે ‘હું ચંદુલાલ છું’, ‘આ મેં કર્યું’, ‘આ મારું’ એ બધું દેહાધ્યાસ. ‘હું આ ધરમ બહુ જાણું છું’, ‘શાસ્ત્રોનાં શાસ્ત્રોનો બધો જાણકાર છું”, ‘શાસ્ત્રનું જ્ઞાન મને મોઢે છે.’, ‘શ્રુતજ્ઞાન મોઢે છે’ એ બધું દેહાધ્યાસ. બધા શાસ્ત્રો મોઢે હોય તો પણ તેને દેહાધ્યાસ ભગવાને કહ્યું. કારણ કે ‘હું ચંદુલાલ છું’ એ અધ્યાસ તૂટ્યો નથી. ‘હું શુદ્ધાત્મા છું’ એટલે થયું, એ બધો ઉકેલ આવી ગયો.
શુદ્ધાત્માતા ધ્યાતતી શી રીત ?
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્માનું ધ્યાન કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : હવે તમારે ધ્યાન કરવાનું કશું રહ્યું નથી. ધ્યાન ક્યારે કરવાનું હોય કે ધ્યેય પ્રાપ્ત કરવાનો હોય ત્યારે. ધ્યેય નક્કી કરે, ધ્યાતા પોતે થાય અને પછી ધ્યેય ને ધ્યાતાનું અનુસંધાન ધ્યાનથી થાય.
દરેક માણસ પોતાનો ધ્યેય નક્કી કરેને કે મારે સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તો તમારું સ્વરૂપ શુદ્ધાત્મા છે અને તમે ચંદુભાઈ છો એટલે તમે ધ્યાતા થયા ને શુદ્ધાત્મા એ ધ્યેય છે અને એ બેનો સાંધો મળે ત્યારે ધ્યાન
કહેવાય. એ બેનો એકતાર થાય, તે એકતાને ધ્યાન કહે છે. હવે એ ધ્યાનથી પોતે શુદ્ધાત્મા થઈ જાય. હવે એ ક્રમિક માર્ગનો રસ્તો છે. ધ્યાતા, ધ્યેય ને ધ્યાનનો ! અને આ અક્રમ માર્ગમાં તો તમે પોતે ધ્યેય સ્વરૂપ જ થઈ ગયાને ! પોતાને શુદ્ધાત્માનું લક્ષ બેઠું કે ‘હું શુદ્ધાત્મા છું', એટલે પછી ધ્યાન કરવાનું એને રહ્યું નહીં હવે !!