________________
ચારિત્રમોહ
થયા વગર રહે નહીં. પ્રકૃતિની વિરુદ્ધ થયું કે ડખો કર્યા વગર રહે નહીં. એને સરળતાથી ઉકલવા ના દે. પોતે મહીં ડખો મારે.
૩૩૭
પ્રશ્નકર્તા : પણ પછી વ્યવસ્થિતમાં આવે ખરુંને ?
દાદાશ્રી : એય વ્યવસ્થિત જ હોય આ બધું. પણ દેખાય ડખો કે આ કો’ક કહે કે ભઈ, આ ડખો કર્યો આમણે પાછો. પણ છે વ્યવસ્થિત. ત્યાં તો છૂટકો જ નહીંને કર્યા વગર. ‘કરે છે’ એવું બોલ્યો તેય ઔપચારિક. ખરેખર કર્યો નથી, એ થઈ ગયેલો છે.
ચારિત્રમોહ એટલે અજ્ઞાનતાનો ઊભો કરેલો સજ્ઞાનતામાં
સભાનતાપૂર્વક જોવો. સંસારી થયા ત્યાં અજ્ઞાનતામાં બધું ઊભું કરેલું હોય અને જ્ઞાન થાય ત્યારે મનમાં એમ થાય કે ‘બળ્યું, આ શુંય લફરાં છે’ એ ચારિત્રમોહ. નિવેડો લાવવો જ પડે. એ તો આપણો હિસાબ છે. ગનેગારી આપણી છેને ? ગનેગારી બીજાની નહીં.
જોયા વગરતું તે ધોયા વગરતું !
પ્રશ્નકર્તા : ડખો કરો તમે તો ચારિત્રમોહ કહેવાય. ત્યાં સુધી ના કહેવાય. એ શું પાછું ?
દાદાશ્રી : ડખો એ જુદી વસ્તુ છે. ડખો કોને કહેવો ? ડખો કરવો અને ડખો થઈ ગયો બે વસ્તુ જુદી છે. ડખો કરનાર ડખો કરે છે અને કેટલાકને નથી કરવો છતાં થઈ જાય છે, એ ચારિત્રમોહમાં જાય છે અને કરે છે એ પોતાના મોહમાં જાય છે.
પ્રશ્નકર્તા : એટલે પણ ચારિત્રમોહ કહેવાયને બધાંયનો ! અમેય બધાંએ આ પેપર વાંચ્યાં એ ચારિત્રમોહ જ ને !
દાદાશ્રી : ચારિત્રમોહ જ છે, બીજું શું ? પણ એ નિકાલ કરતી વખતે ચારિત્રમોહ જુદો નહીં રાખો તો ભૂલ છે તમારી, નિકાલ વખતે તો તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. ચંદુભાઈ વાંચે, તે તમારે જોયા કરવું.
પ્રશ્નકર્તા : નિકાલી ભાવે દરેક વખતે એ દશા ના રહેલી હોય જ્ઞાતા-દ્રષ્ટાની, તો એ ચારિત્રમોહ જ કહેવાયને ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : છે ચારિત્રમોહ, પણ એ ચારિત્રમોહ ચોખ્ખું ના થયું. એ લૂગડાં ધોયા વગરનાં રહી ગયા.
પ્રશ્નકર્તા : હા, પણ આપણે રહેવું છે જ્ઞાતા-દ્રષ્ટાપણે, પણ અમુક સંજોગોમાં એ ખસી જાય છે, તો તે ઘડીએ ચારિત્રમોહ નહીં ?
૩૩૮
દાદાશ્રી : જેટલાં લૂગડાં એમ ને એમ ધોવાયા સિવાય ગયા એ ફરી ધોવાં પડશે. ખસી જાય તે આપણને ગમતું નથી. તે આપણી નબળાઈને લીધે ખસી જાય તો ફરી જોવું પડશે. એટલા માટે આપણે બેત્રણ અવતાર કહીએ છીએને !
ધોવું પડે પલાળેલું છેલ્લું કપડું !
બધાં કપડાંને ધોઈ નાખે છે એ પછી નાહ્યા પછી એક કપડું રહ્યું તેય ધોવું તો પડે જ ને ? પણ છાંટા ના ઊડે એવી રીતે સાચવીને ધોઈ નાખવું. પેલાં બીજાં કપડાં ધોઈ નાખ્યાં સાબુ ઘાલીને માથે ધાંધલ ધાંધલ કરીને, માથામાં સાબુ ઊડે તોય વાંધો નહીં. પણ નાહ્યા પછી સાબુ ના ઊડે એવી રીતે. એટલે આ છેલ્લું કપડું ધોઈ નાખે. ના ધોવું પડે ?
પ્રશ્નકર્તા ઃ તે આવો સરસ-સચોટ દાખલો છે !
દાદાશ્રી : હા, એ મેં કરેલું નાનપણમાં. મને યાદ હોયને, અમારે ત્યાં ખેતરોમાં પંપ મૂકતા, તે ગરમ પાણી નીકળે, પેલું ફ્રી ઑફ કોસ્ટ. બોઈલરનું પાણી ઠંડું કરવાનું. ગરમ નીકળે છેને એટલે ત્યાં કપડાં લઈ જઈને ધોઈ નાખીએ. પછી એક જે રહ્યું છેલ્લું, તે છાંટા-બાંટા ના ઊડે એવી રીતના ધીમું કરીને એક બાજુમાં લાવીને ધોઈ નાખીએ. એવું આ એક રહ્યું. જરાય છાંટા ના ઊડે, આમ આમ થોડું નીચે રાખીને છાંટા પણ ના ઊડે. એવું નાહેલા-ધોયેલા. સાબુના છાંટા ઊડે કે પાછું. એ તો ત્યાં સત્તર વર્ષેય બુદ્ધિ હોય એટલી તો. એટલી બુદ્ધિ ના હોય તો શું કામનું ? પણ આમાં હોય, એ જ રીત અહીં છે આ.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પ્રકાશ એ સહેજાસહેજ ?
દાદાશ્રી : એ તો સહેજાસહેજ હોય, એવું એકદમ પૌદ્ગલિક એ