Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 224
________________ ૩૮૬ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) રિયલ પુરુષાર્થ ૩૮૫ રિયલ, એ જોતાં છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો વ્યવસ્થિત કહીને બંધ કર. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે ‘વ્યવસ્થિત’ કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. આમ આજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રાખે છે. અમારી આજ્ઞામાં રહો એ પુરુષાર્થ. પુરુષ થયા પછી પુરુષાર્થ શો બીજો ? અને આજ્ઞાથી ફળ આવેલું હોય, એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે, તે ય પુરુષાર્થ કહેવાય. મોટો પુરુષાર્થ કહેવાય. આ આજ્ઞાથી પુરુષાર્થ અને પેલો સ્વાભાવિક પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : સ્વાભાવિક પુરુષાર્થમાં આવી ગયા, પછી પેલો પુરુષાર્થ કરવાની કંઈ જરૂર ખરી ? દાદાશ્રી : પછી જરૂર નહીંને ! પેલું તો એની મેળે છૂટી જાય ! પ્રશ્નકર્તા : જ્ઞાની જ્યારે મળે ત્યારે સ્વાભાવિક જ પુરુષાર્થ ઉત્પન્ન થતો હોયને? દાદાશ્રી : હા, સ્વાભાવિક ઉત્પન્ન થાયને ! પહેલું આજ્ઞારૂપી પુરુષાર્થ, એમાંથી પછી સ્વાભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય. જ્ઞાતા-દ્રષ્ટા એ જ ખરો પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : જેટલો વખત જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ પુરુષાર્થ ? દાદાશ્રી : હા. અગર તો બીજામાં શુદ્ધાત્મા જુઓ, નહીં તો મારી આજ્ઞા પાળો તોય પુરુષાર્થ. અમારી પાંચ આજ્ઞા જે છેને, એ પાળો તે ઘડીએ પુરુષાર્થ હોય જ. એટલે પાંચ આજ્ઞામાં રહેને, એ શુદ્ધ ઉપયોગ જ છે. નહીં તો પ્રકૃતિને નીહાળવી. હમણે આ ચંદુભાઈ વાઈફ જોડે કચકચ કરતાં હોય તે ઘડીએ ‘પોતે’ ચંદુભાઈને જુએ, કે “કહેવું પડે ચંદુભાઈ, હતાં એવા ને એવાં જ છો તમે !!' એવું બધું જુએ એ પુરુષાર્થ કહેવાય. પ્રશ્નકર્તા : પણ પછી કોઈકે એ બાબતમાં જાગૃતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ કે ખાલી જ્ઞાતા જ રહેવાનું ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ જ ખરો પુરુષાર્થ. પોતાનો જ્ઞાયક જે સ્વભાવ છે તે સ્વભાવમાં જ રહેવું એ જ પુરુષાર્થ અને જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એ ચારિત્ર કહેવાય, સમ્યક્ ચારિત્ર કહેવાય. જ્ઞાત-અજ્ઞાત ભેદે તે રિયલ પુરુષાર્થ ! જ્ઞાન-અજ્ઞાન ભિન્ન ભેદતી વખતે પુરુષાર્થ હોય છે અને ચારિત્રમાં આવી ગયા પછી પુરુષાર્થ ના હોય. ચારિત્ર એ સ્વભાવ કહેવાય. સ્વભાવમાં મહેનત શું ? ચારિત્રમાં, સ્વભાવમાં લાવવા માટે પુરુષાર્થ કરવાનો, જ્ઞાન અને અજ્ઞાન બેને જુદાં પાડીને. એ ભેદવિજ્ઞાની કરી શકે. બીજા કોઈ એને કરી શકે નહીંને ! અને તમે ભેદવિજ્ઞાનના રસ્તે ચાલ્યા એટલે તમે બીજાને ભેદવિજ્ઞાન ના કરાવી શકો પણ તમારું પોતાનું ભેદવિજ્ઞાન રાખી શકો, આ ભાગ આત્માનો ને આ ભાગ બીજો, એવું સમજી શકો. અને ખરેખર ભેદવિજ્ઞાની હોય તે બીજાને હલ કરાવી આપે. એટલે આમાં પેલું વ્યવહાર ચારિત્ર એ પુરુષાર્થ નહીં, પણ જ્ઞાનઅજ્ઞાન ભિન્નભેદે, ભેદવિજ્ઞાનથી કરે એ બધો પુરુષાર્થ. જ્યાં આગળ જ્ઞાનક્રિયા કે દર્શનક્રિયા છે, ત્યાં પુરુષાર્થ છે. એમાં આત્મામાં બીજી કોઈ ક્રિયા હોતી નથી. દર્શનક્રિયા કેમ નામ આપેલું કે આ લોકોને સમજણ પાડવા માટે ક્રિયા શબ્દ મૂકેલું છે. એને ક્રિયા જ ના હોયને કશું. જ્યાં ક્રિયા હોય, ત્યાં મિકેનિકલ અને મિકેનિકલ ત્યાં મોક્ષ હોય નહીં. પ્રશ્નકર્તા : જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ કરે એ પુરુષાર્થ ? દાદાશ્રી : એ જ પુરુષાર્થ. તમે શુદ્ધાત્મામાં રહો, શુક્લધ્યાનમાં તે પુરુષાર્થ. તમે શુદ્ધાત્મામાં છો તો કો'ક તમને અપમાન કરતો હોય ત્યારે તો તમને એમ લાગે છે કે આ આવું કરી રહ્યો છે. એ કરી રહ્યો છે એવું માનો છો, એ તમારી સમજણમાં ભૂલ છે. એય શુદ્ધાત્મા છે અને એ કરે છે એ તો બધું ઉદયકર્મના આધીન કરે છે, એ પોતે કરતો નથી. એ

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251