________________
પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
આપણો વ્યવહાર શુદ્ધ વ્યવહાર હોય છે. હવે એ વ્યવહાર પેલા લોકો અહીં ખોળવા આવે બહારના. બહારના લોકો તો શુભ વ્યવહાર ખોળવા આવે. આપણે ત્યાં શુદ્ધ વ્યવહાર હોય. આપણે ત્યાં તો આત્માને આનુષંગિક હોય.
૩૮૧
પ્રશ્નકર્તા : સમજાય છે કે વગર વ્યવસ્થા ગોઠવે પણ વધતું જ જાય છે. દાદાશ્રી : ગોઠવેલી વ્યવસ્થામાં શું વળે ? અહંકાર હોય તે અવ્યવસ્થિત કરે છે.
પ્રશ્નકર્તા : ના, પણ દાદા, લોકોની શું અપેક્ષા હોય છે વ્યવહારમાં ય કે કંઈક કચરો ઓછો થયો એમનામાં, કંઈક સુધર્યા, એવું તો દેખાવું તો જોઈએ જ ને ?
દાદાશ્રી : હા. પણ દેખવા માટે એ તપાસ કરે તો, ઊંડી તપાસ કરે તો જડે. આમ શી રીતે તપાસ કરે ? શી રીતે જડે ? બધાને સોનું જો ઓળખતા આવડતું હોય તો ચોક્સીઓની શી જરૂર ? અને ચોક્સીનેય આવડો કાળો પથરો જોઈએ. ‘મહારાજ, તમે ચોક્સી હૈડા થવાના ત્યાં સુધી પથરો જોઈશે તમારે ? ત્યારે કહે, ‘એ પથરાંની જરૂર પડે. પથરાં વગર તો અમારું ટેસ્ટ આવે નહીં !’ આપણે કહીએ, પથરાને હું સોનું ઘણું તો મારે ચાલેને ?” ત્યારે કહે, ‘ના ચાલે.’ એ પછી અનુભવની સમજણ જોઈએને ! આ તો સમજણેય મારી જ, અનુભવની !' એટલે આમાં શી રીતે પરીક્ષા કરે માણસ ? લોકો એવું કહે છે કે આ દાદાને અમે સ્વીકારીએ છીએ. દાદા ચોક્કસ છે, પણ તમારા બધામાં તો આમાં કશો ભલીવાર નથી. વાતો કરો એટલું જ.' પાછાં લોકોને કહે છેય ખરાં, દાદાને અમે સ્વીકારીએ. આ એને શું ખબર પડે કે આ બધા કયે રસ્તે છે ?
મહીં જોયા કરવાથી જ શુદ્ધિકરણ !
આપણાં મહાત્માઓને, પહેલું મન શુદ્ધ થાય ત્યારે વાણી શુદ્ધ થાય. વાણી શુદ્ધ થાય ત્યારે વર્તન શુદ્ધ થાય. પણ પહેલું મન શુદ્ધ થવું જોઈએ. મન શુદ્ધ જેટલા અંશે થયું એટલા અંશે વાણી શુદ્ધ થાય. જેટલા અંશે
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
વાણી શુદ્ધ થઈ એટલા અંશે વર્તન શુદ્ધ થશે. વર્તન છેલ્લામાં છેલ્લું થાય. વર્તનની બહુ કિંમત નથી. ભગવાને વર્તનની કિંમત બહુ ગણી નથી. જગતે વર્તનની કિંમત ગણી છે. વર્તન તો ઘી તાવ્યા પછી, ગરમ કર્યા પછી આવે ! જે ટાઢું થયેલું ઘી હોય તે ઢળી ન જાય, માટે કંઈ વર્તનમાં આવ્યું નથી એવું ના કહેવાય. એને ગરમ કરે એટલે પાછું એવું થાય. અક્રમ વિજ્ઞાનીનું કહેવું એ જ છે કે જગત જે આખું માને છે, તેનાથી આ જુદું કરે છે. જગત આખું આને માને છે, વર્તનને. તારે મનમાં ગમે તે હશે પણ વર્તનમાં તો બહુ સારું છે ને એ અક્રમ જ્ઞાની ના પાડે છે કે મૂઆ, જોખમ તો આમાં છે. તારું વર્તન ગમે તેટલું સારું હોય પણ મન તારું બગડેલું છે એ આવતા ભવનો હિસાબ છે અને આ વર્તનનો તને આ ભવમાં જશ મળી જશે પણ આવતો ભવ બગડ્યોને ? ત્યારે જગતને આવતા ભવની નથી પડેલી. અત્યારે સારું-સારું દેખાય. કારણ કે દ્રષ્ટિ નથી એને, સમ્યક્ દ્રષ્ટિ નથી એને, એને મિથ્યાદ્રષ્ટિ છે.
૩૮૨
મહાત્માનું વર્તન ખોળવા જાય તો કશો દહાડો ના વળે. વર્તન તો કેટલા કાળે હાથમાં આવે એવું છે. અને આ કાળ એવો નથી. આ સ્લિપિંગ કાળ છે, લપસણો કાળ છે. આમાં આપણે હવે દહાડો વળે નહીં. એના કરતાં મેલ પૂળો. વર્તનને બાજુએ મૂકી મનોશુદ્ધિ થવા દો. આત્મા
શુદ્ધ
થઈ ગયો. પહેલી મનની શુદ્ધિ થયા જ કરે નિરંતર. આત્મા શુદ્ધ થયો એટલે મનમાં જેટલું ડિસ્ચાર્જ થાય એને જોયા કરીએ, એટલું શુદ્ધ થયું મન. જગતનું મન અશુદ્ધ થયા કરે છે. જેટલું ડિસ્ચાર્જ થાય છેને, તેમાં પોતે તન્મયાકાર થઈ જાય. કહેશે, “મને વિચાર આવ્યો, મને વિચાર આવ્યો !' અલ્યા, ખરાબ વિચાર આવ્યો તે ય ? ત્યારે કહે, ‘હા, મને જ ખરાબ વિચાર આવે છે.' અલ્યા, તને ખરાબ શી રીતે આવે ? તારી ઇચ્છા નથી તો તને વિચાર શી રીતે આવે ? તારી જાતનો એ માલિક છે ? પણ આ તો ભ્રાંતિ છે એને કે મને આવે છે વિચાર. વિચાર બીજા કોને આવે ? મહીં બીજું કોણ છે ? અલ્યા મહીં તો બહુ છે, બધા કૌરવોપાંડવો, કૃષ્ણ ભગવાન છે, બધું આખું મહાભારત પડેલું છે.
܀܀܀܀܀