________________
૩૧૬
ચારિત્રમોહ
૩૧૫ પ્રગમેલો મોહ છે. એ શોધખોળ કર્યા પછી આ જડેને ? નહીં તો આ બધી કંઈ સહેલી વાત છે તે ?
મહાત્માઓતો ચારિત્રમોહ ! વસ્તુ એક જ છે, વસ્તુ બે નથી. જગતના લોકોને મોહનીય છે ને આપણને ચારિત્રમોહનીય છે, ફેર એટલો જ. ચારિત્રમોહ એટલે મેં જે તમને જ્ઞાન આપ્યુંને, એ તમને દ્રષ્ટિ આપી કે આ ઊંધી દ્રષ્ટિ છે બધી. આવતા ભવ ઉપર ભવ બંધાયા કરશે, ને આપણું કલ્યાણ નહીં થાય. હવે દ્રષ્ટિ છે તે આત્મસન્મુખ થઈ. હવે એ ઊંધી દ્રષ્ટિ કાઢી આપી. ઊંધી દ્રષ્ટિ નીકળી ગઈ, એ દર્શનમોહ નીકળી ગયો. મોહના બે ભાગ, મોહના બે છોકરા, એક ઊંધી દ્રષ્ટિ અને એક વર્તન. તે હવે તમારું વર્તન એકલું રહ્યું. ઊંધી દ્રષ્ટિ જતી રહી. નવું વર્તન ઊભું થશે નહીં. એ જૂનું વર્તન છે એ ચારિત્રમોહ છે. વ્યવસ્થિત જે નિકાલ કરશે એ બધોય ચારિત્ર મોહ છે, ખરું-ખોટું બધુંય ! છતામાં છતું કામ થઈ જાય કે ઊંધામાં ઊંધું કામ થઈ જાય, તોય તમે શુદ્ધાત્મા છો એ ભાન તૂટવું ના જોઈએ. કારણ કે મને તો દાદાએ શુદ્ધાત્મા પદ આપ્યું છે. તે આ બધું હવે જે વ્યવસ્થિત છે, એ બધો ચારિત્રમોહ નિકાલ કરવાનો છે. એ મોહ જતો રહે એટલે મોક્ષ થઈ જાય.
આ ચારિત્રમોહ કોને કહું છું કે તમે હવે જ્ઞાન લીધું અને તમે સારું કપડું પહેરતા હોય કે માથે વાળ ઓળતા હોય તેલ નાખીને તો લોક કહે નહીં કે, ચંદુભાઈ, દાદા પાસે જ્ઞાન લઈને આવ્યા છો ને વાળ શેના ઓળો છો ? તો આ વાળ ઓળવા, એ તો મોહ તો ખરો જ ને ? એને ‘ના’ તો કહેવાય જ નહીંને આપણે ? ને એ કહે છે એ ખોટું નથીને ? આ મોહ તો ખરોને ? પણ આ ચારિત્રમોહ. ચારિત્રમોહ એટલે ઇફેક્ટિવ મોહ ! મોહ નહીં. કૉઝ બંધ કર્યો. ઇફેક્ટ તો રહે જ ને પછી ? આ ઇફેક્ટિવ મોહ એટલે એનો ઉકેલ આવી જાય. પછી નવું કૉઝ બંધાય. નહીં. એટલે છુટકારો થઈ ગયો. ચારિત્રમોહ એ આપણો આજનો મોહ નથી. પહેલાં કરેલું, તેનું આ ફળ આવ્યું છે. તે આ મહાત્માઓને બધાને ચારિત્રમોહ, હવે ગામના કોઈ માણસ શું તપાસ કરે ? ‘મોટા શુદ્ધાત્મા થયા છે અને પાછા પૈસા ગણવામાં બહુ શુરા છે.’ ત્યારે મૂઆ, શુરા ના
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) હોય તો નાખી દે પૈસા ! વ્યવહારમાં ગાંડો દેખાય, નહીં ? વ્યવહારમાં ડાહ્યા રહેવું જોઈએ.
આ અત્યારે આ મારાં કપડાં છે, હું જતો હોઉં ને કોઈ કાઢી લે, તો વાંધો નથી અને છે તોય વાંધો નથી, પણ છે ચારિત્રમોહ. આ મારો મોહ નથી. આ ઇફેક્ટિવ મોહ રહ્યો, તે લોકોને એવું લાગે કે આ બધાનામાં કશું ફેરફાર થયો નથી અને હું જાણું કે તમને વઢવા જેવા નથી. હું કોઈ દહાડો તમને કોઈને વઢું અહીં ? હું જાણું કે વઢવા જેવું છે નહીં. ચાવી મારી પાસે છે. તમે બધું જે કાર્ય કરોને, એની ચાવી મારી પાસે છે, મારી આજ્ઞા પાળે ત્યાં સુધી. આજ્ઞા ના પાળે તો મારી પાસે ચાવી નથી. જે આજ્ઞા પાળે છે, એને બે-ત્રણ અવતાર પછી કે એક અવતાર પછી મોક્ષ છે. એની ગેરેન્ટી સાથે કહીએ છીએ. અને અહીં જ મોક્ષ થઈ ગયેલો, અમારી જે આજ્ઞા પાળે છે, એને ચિંતા કશું થાય નહીં, ક્રોધ-માનમાયા-લોભ થાય નહીં.
જે ક્રોધ-માન-માયા-લોભ થાય છે આ લોકોને, તમને બધાંને થાય છે એ “ઇફેક્ટ' છે, ‘કૉઝ' નથી. એટલે આપણે શું કહીએ છીએ કે ક્રોધમાન-માયા-લોભેય નથી. કારણ કે ‘કૉઝ' હોય તો ક્રોધ-માન-માયા-લોભ ગણાય.
મોહ ગ્રંથિ ઊડી ગઈ, એટલે આપણે કહ્યું, ક્ષાયક સમકિત. હવે ચારિત્રમોહ રહ્યો. જે જામી ગયા છે કર્મ, ફળ આપવા માટે તૈયાર થયા છે. તેથી તો આપણને ખાવા-પીવાનું મળેને, નહીં તો એ ના હોય, તો પછી કાલ ઊઠીને ચારિત્રમોહ લઈ લો, ખઈએ-પીએ શું ? આ બધો ચારિત્રમોહ ! ખઈએ છીએ, પીએ છીએ, દાતણ કરીએ છીએ, બધું આખો દહાડો ચારિત્રમોહ જ વપરાયા કરે. ચારિત્રમોહ કહેવાય !
વર્તનમોહ એટલે ચારિત્રમોહ. એટલે શું? એ મોહવાળા જે પરમાણુ હતા, એને આપણે શુદ્ધ કરીને મોકલી દઈએ છીએ ! એટલે પછી ક્ષીણમોહ થાય. જેટલો ચારિત્રમોહ ખસ્યો એટલું ક્ષીણમોહ તરફ આગળ ગયો. ક્ષીણમોહ તરફ ચડી જાય છે. ‘ગાડી ક્યાં જાય છે ?’ ‘ક્ષીણમોહના