________________
[૨.૨]
‘ચંદુ' શું કરે છે, ‘જોયા' કરો ! આ જ છે મોક્ષમાર્ગ !
આ સંસારનું આખું સ્વરૂપ જ એવું છે કે આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એટલે કુદરત બધું કર્યા કરે અને તમારે ‘જાણ્યા’ કરવાનું એ જ મોક્ષમાર્ગ છે. ત્યારે વળી પાછાં ક્રમિકમાર્ગવાળા કહેશે, એમાં આત્માનું કશું નહીં ? આત્માનું એમાં આવી જ જાય છે. એમાં એક એવિડન્સ એનો આવી જ જાય છે, વિભાવિક ભાવ ! વિભાવિક આત્માની વિભાવ દશા. તે એમાં એક એવિડન્સ તરીકે આવી જાય છે. માટે ખરેખર પદ્ધતિસર કર્તા નથી એ, નૈમિત્તિક કર્તા છે. બીજા સંજોગો ભેગા થાય ત્યારે પાછું થાય અને સંજોગોના ધક્કાથી વિભાવ થાય અને વિભાવથી બીજા સંજોગો ભેગા થાય.
એટલે હવે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ કરે, આને તમારે ‘જાણ્યા’ કરવું, તો આ કેવળજ્ઞાન કહેવાય. હાથ કપાયો, કાપનાર કુદરત, તમે ‘જાણ્યા’ કરો એ બધું કેવળજ્ઞાન અને જ્યાં સુધી ભોગવટો લાગે ત્યાં સુધી કેવળજ્ઞાનના અંશોમાં ફેર છે.
આ ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં કેવળજ્ઞાન થઈ જાય. અત્યારે કેવળજ્ઞાન તો થતું નથી, પણ એનાં અંશ વધે. પોતે તો આત્મા છે જ અને બહાર જો ઉલ્લાસમાં આવી ગયું, તો થઈ રહ્યું ! એક શંકા તો ગયેલી છે, નિઃશંક થયેલાં છે, પછી જોઈએ શું ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ડિપ્રેશન થયું હોય તો ડિપ્રેશન ‘જોયા’ કરવું. એલિવેટ થયું તો એલિવેટ ‘જોયા’ કરવું. શું થાય તે ‘જોયા’ કરો. એલિવેટ થયા પછી ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં. જ્યારે ડિપ્રેશન આવ્યા પછી એલિવેટ થયા વગર રહે નહીં. માટે જે થાય એ ‘જોયા’ કરવાનું. અપ એન્ડ ડાઉન, ડાઉન એન્ડ અપ.
૧૭૨
પ્રશ્નકર્તા ઃ જેમ સમય જાય, એમ આ જ્ઞાન સજ્જડ થતું જાય ?
દાદાશ્રી : સમજણ પડે તેમ સમાતો જાય. આપણે તો સમજવાનું એકલું જ છે. મેં જે જ્ઞાન આપ્યું, તેનાથી આવરણ બધાં તૂટી ગયા, કર્તાપણું છૂટી ગયું. કારણો બધાં ઊડી ગયા. હવે એ પરિણામ રહ્યા. પરિણામને શી રીતે ભોગવવું ? એનાં માટે આ સમજી લો ! સમજથી બધો ઉકેલ આવે અને એટલું બધું સમાઈ જાય કે ‘જાણે’ એકલું જ. પેલો ગાળ દીધા કરે ને આ ‘જાણ્યા’ કરે એટલું જ, ના રહે એવું ? પ્રશ્નકર્તા : રહે, દાદા.
દાદાશ્રી : ત્યારે ગાળ તો શરીરને અડતી નથી. મચ્છરું કૈડ્યું હોય તે ય ‘જાણ્યા’ કરે. જો ‘જાણનાર’ છે તો શરીરથી છેટો છે અને ‘જાણનાર’ ના રહ્યા તે ઘડીએ શરીરમાં છે.
ખરાબતે ખરાબ જાણ્યે' એ જાય !
પ્રશ્નકર્તા : હવે જે ફાઈલો આવી, એનો સમભાવે નિકાલ કર્યો. એ પ્રકૃતિની જે કંઈ ગૂંચો હતી, એ બધું આપણે ‘જોયા’ કરીએ. એ જેમ જેમ ‘જોયા’ કરીએ એમ એમ પ્રકૃતિ બધી ચોખ્ખી થતી જાય કે નહીં ?
દાદાશ્રી : થાય ને ! પ્રકૃતિ બધી ચોખ્ખી થતી જાય. જેમ તમે ‘જુઓ’ને, તેમ તમારી ‘જોવાની’ શક્તિ વધતી જાય. કારણ કે મલ્ટિપ્લાય થાય અને ચોખ્ખું થાય. ‘ખરાબ છે’ એવું ‘જાણે' એટલે જતું રહે. કોઈ પણ વસ્તુ ખરાબને ખરાબ જાણીએ ત્યારથી જ જવા માંડે. જગ્યા ખાલી કરી નાખે. એને જ્યાં સુધી સારું છે એમ માનીએ ત્યાં સુધી બેસી રહે. બીજો કોઈ કઠોર ઉપાય કરવાની જરૂર નથી. આ જ્ઞાનનો જ ઉપાય !