________________
પુદ્ગલને શુદ્ધ કરો !
૧૯૩
[૨૩] પુદ્ગલને શુદ્ધ રે !
જોતા રહો અંદરના કચરાતે ! પુદ્ગલ એટલે આપણું મકાન, મેં આ રીતનો દાખલો આપ્યો કે મકાન તે ધોળ્યું-કયું, રંગરોગાન કર્યું, માટે થઈ ગયું એ શુદ્ધ. એ રીતે આ દાદાએ તમને સમજણ પાડી કે તમે શુદ્ધાત્મા છો. એટલે તારી શ્રદ્ધા ફરી. માટે શુદ્ધ થયો એ વાત ચોક્કસ. પણ હવે અંદરનું બધું ચોખ્ખું કરવાનું બાકી છે તે ?!
એટલે હવે તું છે તે અંદરનો આ બધો કચરો કાઢી નાખ. કચરો હજુ દેખાય છે ને કે નથી દેખાતો ? ત્યારે કહે, ‘હા, કચરો પડ્યો છે એટલે કચરો કાઢી નાખે, એટલે હવે બીજું શું છે ? એ કહે છે કે “હું શુદ્ધ છું'. રોજ અંગૂઠા આગળ બોલે છે ‘હું શુદ્ધાત્મા છું', પણ હજુ થઈ ગયા નથી. ત્યારે કહે, ‘શું બાકી છે હજુ એમને ?” ત્યારે કહે, ‘આ ફર્નિચર નીચે બધું બાવાં ચોટેલાં છે.' એ બધાં સાફ કરી નાખ્યાં. ત્યાર પછી, ‘હવે હું શુદ્ધ છું'. ત્યારે કહે, “ના, હજુ આ વાસણો છેને, તે હતાં એ જે સાફસૂફ કરી નાખીએ તો જ સાફ કહેવાય, શુદ્ધ કહેવાય.’ તો એ કરી નાખ્યા. ત્યાર પછી આપણે કહીએ, ‘વાસણોમાં તો હજુ એ મહીં માટી ચોંટેલી છે.” બધું થઈ જાય ત્યાર પછી શુદ્ધાત્મા તમે થઈ ગયા. એટલે એ હું આત્મા અને આ શુદ્ધ પુદ્ગલ થઈ ગયા. એટલે તમે ચોખ્ખા થઈ ગયા ને અમેય ચોખ્ખા, તો આપણે છૂટાં. એટલે મારે તમને કહેવાનું નહીં હવે આનું.
૧૯૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : બરાબર છે. એટલે અંદરનું અમારે જ ધ્યાન રાખવાનું.
દાદાશ્રી : તમારે જોતાં રહેવાનું કે આ ખરેખર શુદ્ધ કેટલું થયું ને કેટલું બાકી છે !
પ્રશ્નકર્તા : હવે ઝીણવટપૂર્વક બધો કચરો કાઢી નાખવાનો છે. દાદાશ્રી : ઝીણવટથી કચરા નહતા કાઢતાં, અત્યાર સુધી ? પ્રશ્નકર્તા : ના, નહીં કાઢ્યો હોય.
દાદાશ્રી : ‘નહીં કાઢ્યો હોય’ કહે છે, કાઢ્યો જ નથી. મારી પાસે એકુંય શબ્દ તોલ્યા વગર નહીં રહે. કાંટો જુદી જાતનો છે ! તે કચરો તમારે કાઢવાનો કે મારે કાઢવાનો ?
પ્રશ્નકર્તા : તમારી કૃપાથી અમે કાઢી નાખીએ.
દાદાશ્રી : પણ આવું જોતાં જ રહેવાનું બધુંય. ઝીણવટથી બધું જોયા પછી મને કહો કે, હું શુદ્ધ થયો હવે. જો આ બહારથી રંગરોગાનથી આટલું સુખ પડ્યું, તો બીજું જેમ જેમ અંદરનું શુદ્ધ કરો તેમ શું થાય ?
પ્રશ્નકર્તા : વધારે સુખ થાય. દાદાશ્રી : પૂરેપૂરું સુખ. પરમાનંદ સ્થિતિ ! સમાધિમાં રહી શકે.
એટલે આ બધું જોજો હવે ઝીણવટથી. મને બેસાડેને તો આખું રામાયણ થાય એવું છે ! આખી ચોપડી થાય. આ ટૂંકમાં પાંચ મિનિટમાં તમને સમજાવી દીધું.
પ્રશ્નકર્તા : હજી આવી ઝીણી દ્રષ્ટિ મળે કે ના મળે ?
દાદાશ્રી : આ હમણે બોલ્યા એટલે થવાની જ ઝીણી દ્રષ્ટિ. પણ તમે કોઈ દહાડો એમ નથી કહ્યું કે ભઈ, અમારે હવે કશું કરવાનું નહીં, અમારે તો થઈ ગયું, કહેશે.
આ તો કહેતા હતા કે, હું ચોખ્ખો થઈ ગયો છું અને હવે કહે છે,