________________
શુદ્ધ ઉપયોગ
૨૫૫
૨૫૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ઉપયોગ ના હોયને એ, તેય હું ચાલવા દઉં. તેમ છણાવટ ના કરું આવું. પણ એણે જ્યારે એમ કહેવા માંડ્યું કે હવે આ તો ઉપયોગ મને રહ્યો. એટલે મેં કહ્યું થઈ રહ્યું હવે તો, આ ઉપયોગનો અર્થ અવળો થવા માંડ્યો.
દાદાજીનાં શબ્દો કહેલાં, તેનું લક્ષ રાખું એ બધી જાગૃતિ. એ ચઢતી જાય જાગૃતિ. પણ એને ઉપયોગ ના કહેવાય. કાલે જાગૃતિ સારી રહી, એમ કહેવાય. પણ એને કંઈ મૂળ વસ્તુ, ઉપયોગ ના કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે મૂળ જગ્યાએ હજુ ઉપયોગ બેઠો નથી ?
દાદાશ્રી : મૂળ જગ્યાએ વસ્તુ ભેગી થવી મુશ્કેલ છે. એ તો લક્ષ બેઠું છે એટલું જ એ. એનો અનુભવ થયા વગર તો ઉપયોગ કેમ ઉત્પન્ન થાય ? ‘આ હું છું’ એનું પ્રમાણ સહેજે બદલાવું ના જોઈએ, એના અનંત પ્રદેશો સહિત ! હજુ તો મહીં માન્યતામાં ભૂલે ય થાય વખતે. આ આત્મા હશે કે પેલો હશે ? થોડું થોડું મહીં ભૂલચૂક થાય, ભેળસેળ થઈ જાય.
પ્રશ્નકર્તા અને પાછી પેલી અસરો મહીં થાય છે ત્યાં સુધી તો ભૂલ ખરી જ ને ?
દાદાશ્રી : હંઅ. એટલે એ મૂળ વસ્તુ જુદી છે. મૂળ વસ્તુ અનંતા પ્રદેશો સહિત બિલકુલ ચોખ્ખી, ક્લિયર છે અને તે પ્રમાણે જ હોય. ત્યાર પછી ઉપયોગ ખરો થાય, શુદ્ધ ઉપયોગ. ત્યાં સુધીનો શુદ્ધ ઉપયોગ છે, એ અંશે થોડોક, આ હજુ એ અહીં આવેલો જોઈ શકે અને આજુબાજુના સર્કલમાં આવેલો જોઈ શકે. એ જાગૃતિ કહેવાય બધી. પણ તદન શુદ્ધ ઉપયોગ ના કહેવાય. શુદ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ. છતાં એને ઉપયોગ કહે, શુદ્ધ ઉપયોગ કયા આધાર પર દ્રષ્ટિ છે, એ જાગૃતિના હિસાબે કહીએ આપણે, ચાલવા દઈએ, પણ એવું લોક એક્સેપ્ટ નહીં કરે. અમે તો એન્કરેજ માટે ચાલવા દઈએ. પણ એ બોલ્યો એટલે પછી અમે એન્કરેજમેન્ટ ના આપ્યું. મેં કહ્યું, ‘અવળું થશે આ તો'.
એને ધારણ રહ્યું એટલું તો સારું રહ્યું. ધારણ જ રહેતું નથીને ! અમે બોલેલા એ જાગૃતિ રહે નહીંને પાછી. ફરી બધી પછી વિસારે પડી
જાય. તને કેટલી જાગૃતિ રહે છે, અમે બોલેલા તેની ? અમારું વચનબળ છે પણ તારી જાગૃતિ કેટલી છે ?
કોઈને એન્કરેજમેન્ટ માટે કહીએ પણ પછી એનો અર્થ એવો નહીં કે ત્યાં બેસી રહેને પછી એને પૂરું થાય ! અને એને તો એન્કરેજમેન્ટ માટેય ના કહેવાય ઉપયોગ. આ ઉપયોગ જ જોયને ! એટલે હજુ એની ધારણશક્તિયે જેટલું બોલે એટલું ધારણ રહે, એ શક્તિ કે ખીલેલી નથી. એની થોડી થોડી શક્તિ ખીલશે આમ અહીં પડી રહે. પડ્યો પાથર્યો રહે એટલે એ ખીલે. પણ એ ઉપયોગ ના કહેવાય. જાગૃતિ કહેવાય એને. એ જાગૃતિ અને સારી રહે છે. છતાં અહીં પડી રહેશે તો કો'ક દહાડો લાભ થશે.
એ બધી જાગૃતિ રહેને ! આમ જોતાંની સાથે બધું આમ ફોડ દેખાડે છે ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ ના કહેવાયને ! એ જાગૃતિ કહેવાય.
ભક્તિ કોની ? જડતી કે ચેતતતી ? પ્રશ્નકર્તા હવે આ જે જાગૃતિ છે, વ્યવહારમાં એ જાગૃતિ આખી આવરાઈ જાય બધી. કંઈ પ્રસંગ આવી પડે, તે વખતે જે તન્મયાકાર પરિણામ કહીએને, તેવું થઈ જાય.
દાદાશ્રી : મશીનનું કામ કરવામાં તો આત્મા જ જતો રહે. કારણ કે મશીનરીની ભક્તિ કહેવાય. મશીનરી હંમેશાં ભક્તિ માગે, તન્મયાકાર ભક્તિ. નહીં તો મશીનરીનો એક નટ ફીટ ના થાય. તેથી અમે મશીનરીને નાનપણમાંથી જ અડતા ન હતા. સાયકલને પશ્ચર પડ્યું હોય તેય હું બહાર કરાવી લેતો હતો. એમાં મારું ધ્યાન જાય તો મારું બધું બગડી જાય. નટેય ફેરવતો ન હતો. મને આવડતું નથી, એવું કહી દઉં. પૈસા આપીને કરાવી લઈએ આપણે. હજુ એક બાજુ મશીનરી રિપેર કરું છું તે ઘડીએ શું થાય છે એક કલાક ? આત્મા એમાં જ રહે પછી, નહીં ? કારણ કે ભક્તિ કહેવાય છે એને
પ્રશ્નકર્તા : મારું કેવું હોય છે કે આખો વખત આપની જ સેવામાં હોઉં એટલે આત્મા યાદ ના આવે, આશા યાદ ના આવે...