________________
આત્મજાગૃતિ
ઊલટો કહે, ‘એ તો આ છોકરો સીધો રહે એવો નથી.’ જો પોતાનો દોષ સમજાય નહીં અને પારકાના દોષ જ માલૂમ પડે એ અજ્ઞાનીની નિશાની. એ નિરંતર બંધાયા કરે અને એનો માર ખાયા કરે. અને જ્ઞાનીની નિશાની શું ? જ્ઞાની કૃપા કોણ પ્રાપ્ત કરી ગયો ? તરત જ પોતાના દોષ દેખાય એ જાગૃતિ હોય અને એમાંથી કેમ કરીને છૂટવું એ જ ભાવ નિરંતર રહે.
પહેલેથી છેલ્લા સ્ટેશનની મુસાફરી ! પહેલું છે તે શુદ્ધાત્મા અને જે પરમાત્મા છે તે જાતે ખુદ, રિયલ વસ્તુ છે, એ સ્ટેશન જુદું છે અને શુદ્ધાત્મા સ્ટેશન જુદું છે. શુદ્ધાત્મા એ તો વસ્તુ સ્વરૂપનું પહેલામાં પહેલું ‘પરું' છે. પછી એવા કેટલાંય ‘પરાં’ આવે, ત્યારે પછી મૂળ સ્ટેશન આવે. જેમ જેમ અનુભવ વધતાં જાયને તેમ તેમ ‘પરું' આગળનું આવતું જાય, સ્ટેશન બદલાતું જાય. આ પહેલાં સ્ટેશને તમને ઉતારી પાડ્યા છે, મોક્ષની બાઉન્ડ્રીમાં. શુદ્ધાત્મા એ પહેલું સ્ટેશન, ત્યાંથી સેન્ટ્રલ સ્ટેશન તરફ જાય, ત્યારે પછી છેલ્વે સ્ટેશન આવે.
અહીં પેઠેલો જાગૃતિમાં રહ્યા કરે. જાગૃતિ નામનું પદ ઊભું થઈ જાય. પોતે પોતાના દોષ દેખતા થાય, બધી જાગૃતિ ઉદયાકાર ના થાય. ઉદયનો વાંધો નહીં, ઉદયાકાર થાય તેનો વાંધો છે. ઉદય તો જ્ઞાનીને ય હોય અને અજ્ઞાનીને ય હોય.
પ્રશ્નકર્તા ઃ કો'ક વખત સ્વ-પરની જાગૃતિ રહે ત્યારે નિર્મળતાનો અંશ આવી જાય.
દાદાશ્રી : એ આગળનાં બીજા સ્ટેશને પહોંચવાની તૈયારીઓ. એનાથી ય આગળ જવું પડશે. એ ખરો મોક્ષનો પુરુષાર્થ જ ત્યારથી શરૂ થાય છે.
જ્ઞાની પુરુષના પાસેથી આત્મજ્ઞાન જે સમજમાં આવી ગયું, એનાથી પરાં શરૂ થઈ જાય. બાકી સાધુઓ બોલે ‘શુદ્ધાત્મા’, તો કશું વળે નહીં. અનંત અવતાર સુધી ગા ગા કરે, તોય કશું વળે નહીં. શુદ્ધાત્માનું ભાન થવું જોઈએ અને ‘હું ચંદુલાલ છું” એ ભાન છૂટી જવું જોઈએ.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) જાગૃતિ દેખાડે તિજદોષો ! તમે તમારી ભૂલોને દેખો છો, આટલું બધું દેખો છો એ જાગૃતિ ઓછી કહેવાય ?! માણસ પોતાની ભૂલ જોઈ ના શકે. મોટા સાધુમહારાજ હોય ને, તે પોતાની ભૂલ તો બે-ત્રણ જોઈ શકે.
પ્રશ્નકર્તા : જ્ઞાન પછી જાગૃતિ તો દરેકને આવે.
દાદાશ્રી : નિરંતર, ચોવીસે કલાકની જાગૃતિ રહેવી જોઈએ. જો અમારા કહ્યા પ્રમાણે, અમારી સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે રહે ને એક ચિંતા થાય તો બે લાખ રૂપિયાનો દાવો માંડજો, કહ્યું છેને !
પ્રશ્નકર્તા: જાગૃતિ કોઈને ઓછી રહેતી હોય, તો એનો અર્થ એવો થયો કે આપની જે આજ્ઞા છે એ પાળવામાં કચાશ છે ?
દાદાશ્રી : આજ્ઞા પાળવાની જે શક્તિ છે ને, તે પેલી જાગૃતિ ઓછી રહે એટલે આજ્ઞા પાળી શકે નહીં બિચારો. અને પાણી ના શકે એટલે એનું ફળ એવું મળે. એટલે આજ્ઞા પાળવાની તો બિચારાને ઇચ્છા બધી બહુ છે, પણ જાગૃતિ કેમ ઓછી રહે છે ? ત્યારે કહે છે, અમુક અમુક એવા કર્મો બાંધેલાં છે, કે જેને માટે ત્રણ કલાક ઊભું રહેવું પડે એક જગ્યાએ અને જે સીધા માણસો છે ને, એ તો એક વિચાર આવ્યો, તે દસ-પંદર મિનિટમાં એનો નિવેડો લાવી નાખે. તે એને આ જ્ઞાન હાજર રહે બરોબર, કમ્પ્લિટ, પણ કોઈ માણસ તો કલાક-કલાક સુધી એમાં છે. તે ખોવાઈ જાય. એટલે આ જ્ઞાનમાં ત્યાં આગળ લોચો પડી જાય. છતાં આ જ્ઞાન એને હેલ્પ કરશે. કારણ કે નિકાલી બાબત છે ને, પેલું નિકાલ થતું થતું ચીકણો માલ ઊડી જશે અને પછી પેલો સારો માલ આવશે.
જાગૃતિ એ નથી ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : જાગૃતિ એ ઇફેક્ટ છે ?
દાદાશ્રી : જાગૃતિને ઇફેક્ટ કહેવાય નહીં. જાગૃતિ એ આપણો પુરુષાર્થ જ છે. એટલે એને ઇફેક્ટ કહેવાય નહીં. અને એ કોઈની પર ડીપેન્ડન્ટ નથી.