________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
પ્રશ્નકર્તા : આ જ્ઞાતા-દ્રષ્ટા રહીએ તે વખતે, આ બરાબર રહે છે કે નથી રહેતા ચંદુભાઈ, એ ડિફરન્શીએટ રાખવું કે ના રાખવું ?
૬૭
દાદાશ્રી : ચંદુભાઈ રહે કે ના રહે, તેની સાથે આપણે લેવા-દેવા નથી. આપણે રહેવાયું કે નહીં, એ જોવાનું છે. ચંદુભાઈ રહે કે ના ય રહે, ડિફોલ્ટરે ય થાય, એને આપણે લેવા-દેવા નથી હવે.
તોધારાં, થયા સાધાર...
ગાડી ઉપડી મુંબઈથી અને વચ્ચે નોનસ્ટોપ છે, પછી શી ભાંજગડ ? જરા ધીમી ચાલશે, તો ય પણ પહોંચવાની છે. આ તો આવ્યું જાણોને ! તમારે તૈયારી કરી રાખો હવે બધી. મહીંથી એવું કહે કે આવ્યું.
તમે શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ. તમે બે થયા. એકના બે થયા. હવે તમારે ચંદુભાઈની દેખરેખ રાખવાની, પાડોશીની પેઠે અને ચંદુભાઈને મુશ્કેલી આવી જાય તો આપણે ચંદુભાઈનો ખભો ઠોકી આપવો કે અમે છીએને તમારી જોડે. પહેલાં એકલા હતા, નોધારાં હતા. હવે સાધાર થયા. પહેલાં તો નોધારાં હતા. કોની પાસે રડવું ? વહુ પાસે ૨ડીએ તો વહુ અવળું સમજી જાય, માબાપ પાસે તો રડાય નહીં !
પ્રશ્નકર્તા : હવે કોઈ બોલાવે તો પછી બોલવું કે નહીં ?
દાદાશ્રી : એ તો બોલવાનું. વ્યવહારથી બધું કરવાનું, આપણે જાણ્યા કરીએ. આપણે કહેવું, ‘ચંદુભાઈ, આ ભઈ જોડે જરા બોલો હવે, વાતચીત કરોને કંઈક.' એટલે એ બોલે ય ખરા. અને વ્યવહાર ચાલ્યા કરે. તમારે ‘જોયા’ કરવાનું. પેલાને ખબર ના પડે, આપણે શું કરીએ છીએ ! પણ તમે એને ‘જોયા’ કરો, ચંદુભાઈ શું કરે છે તે ! જ્ઞાતા-દ્રષ્ટા. બન્નેના સ્વભાવ જુદા થયા. હવે આત્મા આત્માના સ્વભાવમાં રહેશે અને પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં રહેશે. પોતપોતાના ગુણધર્મમાં રહે છે.
છૂટું રાખવા, સમજી લેવું આમ !
એટલે ચંદુભાઈનું વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે. ત્યારે તમારે તો એ જોયા જ કરવાનું, ચંદુભાઈ શું કરે છે ને શું નહીં ? મન-બુદ્ધિ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ચિત્ત ને અહંકાર, એમાં કશામાં આપણે હાથ ઘાલવાની જરૂર નહીં. એ બુદ્ધિ શું કરી રહી છે તે જોયા કરવાનું. આડું કરતી હોય તે ય આપણે જોયા કરવાનું, ખોટું કે સારું કરતી હોય તે ય જોયા કરવાનું. પણ ત્યાં આપણે હાથ ક્યારે ઘાલવાનો કે ચંદુભાઈને સાંસારિક બહુ મુશ્કેલી આવી ગઈ હોય, ત્યારે આપણે ‘હું શુદ્ધાત્મા જ છું. હું તમારી જોડે છું.’ એમ કહીએ એટલે ઓલરાઈટ થઈ જશે. સાંસારિક મુશ્કેલીઓ આવે હાથનીપગની, બહુ મુશ્કેલી થતી હોય તે ઘડીએ છોને થાય, હું છું ને, ગભરાશો નહીં.’ કહીએ અને નહીં તો બહુ શરીરને કંઈ અડચણ થતી હોય તો ‘મારું ન્હોય’ એમ કહો કે છૂટું રહે. કારણ કે લાઈન ઑફ ડિમાર્કેશન પાડી છે. આ તમારું ને આ તમારું ન્હોય, એવું બધું. એટલે આને રેગ્યુલર કોર્સમાં જરા સમજી લેવાની જરૂર છે. આ ભૂલશો નહીંને, હું બોલું છું તે ?
મોક્ષ તે આચારને નથી લેવા-દેવા !
દરેકને કંઈ ‘આ’ બ્રહ્મચર્ય વ્રત લેવાની જરૂર હોતી નથી. આ તો બધું સમભાવે નિકાલ કરવા જેવું છે ! પણ ‘એમાં’ જો રુચિ વધતી હોય તો આપણે કહેવું કે ‘ચંદુભાઈ, આમાં બહુ રુચિએ ના ચઢશો !' આવું તેવું તમારે કહેવું. પણ તમારે તો શુદ્ધાત્મામાં જ રહેવું. ચંદુભાઈનું ગમે તેવું થાય પણ તમારે તો ચંદુભાઈ જોડે વાતોચીતોનો વ્યવહાર જ કરી નાખવો. આવો વ્યવહાર જુદો રાખશો તો લિફટ માર્ગ જલદી ફાયદાકારક થશે ! અને અમે વ્યવહાર જુદો પાડી આપ્યો છે અને તે જુદો વર્તાઈ શકે એવો છે ! ચંદુભાઈએ આડુંઅવળું કર્યું હોય, તે એને કહેવું પડે કે ‘આવું કરશો, તે અમને પોષાશે નહીં. અમે તો શુદ્ધાત્મા થયા, પણ આવું આડુંઅવળું ચાલશે નહીં. તમારે પણ શુદ્ધ થવું પડશે.' આવું બોલીએને એટલે કુદરતી રીતે એની મેળે શુદ્ધ થયા કરશે ! તમે જો વ્યવહાર જુદો રાખો તો શુદ્ધ જ છે ! જે માણસ વ્યવહાર જુદો રાખતો હોય એ માણસ ગમે તે આચાર કરતો હોય તોય એનો મોક્ષ થઈ જવાનો છે ! ત્યાં આગળ આચારને લેવાદેવા નથી ! ચંદુભાઈને તો ‘આમ કેમ કરો છો' એવું કહેવાનું એટલે વ્યવહારથી જુદા થઈ ગયા કે તમે શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ જુદા !
૬૮